સમસ્ત ઇસ્માઇલી ખોજા સમાજ આયોજિત રક્તદાન મહાઅભિયાન દામનગર સહિત એકીસાથે આઠ શહેરો માં યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9cbhhafrsvras0mz/" left="-10"]

સમસ્ત ઇસ્માઇલી ખોજા સમાજ આયોજિત રક્તદાન મહાઅભિયાન દામનગર સહિત એકીસાથે આઠ શહેરો માં યોજાશે


નેકનામદાર આગાખાન ની શ્રેય માર્ગે ચાલવા પ્રેરણા એ સમસ્ત ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા આયોજિત માનવતા ની મહેક અંતર્ગત દામનગર સહિત એકીસાથે આઠ શહેરો માં યોજાશે દામનગર શહેર માં મહારક્તદાન અભિયાન તા.૧૧/૧૨/૨૨ ને  રવિવાર ના રોજ બપોર ના ૩-૦૦ થી સાંજ ના ૬-૦૦ સુધી યોજાશે મહારક્તદાન અભિયાન દામનગર ખોજા ખાના ની બાજુ માં યોજાશે દામનગર સહિત અમરેલી બાબરા ધારી બગસરા ખાંભા  ઉના દીવ સહિત એકીસાથે અનેક શહેરો માં માનવતા ની મહેક માનવ જીવન એ અમૂલ્ય છે જેને બચાવવા લોહી ખૂબજ  મહત્વ નું છે લોહી ની આકસ્મિક જરૂર કોઈ પણ વ્યક્તિ ને પડી શકે છે અને એ જરૂરિયાતને પુરી કરવાનો એક માત્ર વિકલ્પ છે રક્તદાન થેલેસમિયા સહિત મેજર ઓપરેશનો અકસ્માતો માં જરૂરિયાત મંદ દર્દી નારાયણો ને લોહી ની વિશેષ જરૂર પડતી રહે છે જરૂરિયાત મંદ વ્યક્તિ  પાસે જઈ ને આપવું તે શ્રેષ્ટ દાન છે પાસે બોલાવી આપવું તે મધ્યમ દાન છે માંગવા થી આપવું તે અધમ દાન છે પણ વગર માગ્યે આપવું એ મહાદાન છે રક્ત ની વધતી માંગ ને પહોંચી વળવા સમસ્ત ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા ઉત્તમોત્તમ વ્યવસ્થા સાથે મહા રક્તદાન અભિયાન માં સમસ્ત ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા મહિલા ઓ પણ રક્તદાન કરે તેવી સુંદર વ્યવસ્થા દાન જગત નો પ્રાકૃતિક ધર્મ છે તેમાં રક્તદાન સર્વોત્તમ શ્રેષ્ટ છે પરહિત સરિસ ધરમ નહિ ભાઈ આવો રક્તદાન કરી ને મહામુલા માનવ જીવન બચાવીએ ની હદયસ્પર્શી અપીલ સાથે સમસ્ત ઇસ્માઇલી ખોજા સમાજ નું મહારક્તદાન અભિયાન યોજાશે 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]