સુરેન્દ્રનગરમાં 5 વિધાનસભા બેઠક પર કોંગ્રેસનુ ધોવાણ, તમામ સીટો પર ભાજપની જીત - At This Time

સુરેન્દ્રનગરમાં 5 વિધાનસભા બેઠક પર કોંગ્રેસનુ ધોવાણ, તમામ સીટો પર ભાજપની જીત


તા.08/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં રસાકસી ભર્યા જંગમાં ત્રિપાઠીયો જંગ ફેલાયો હતો ત્યારે હાલમાં આજે પરિણામ આવતા પાંચે પાંચ સીટો ભાજપને કાળે ગઈ છે જ્યારે સૌથી પ્રથમ વઢવાણની સીટે વિજય મેળવ્યો હતો તે સીટ શુકનવંતી ગણાય રહી છે અને એના બાદમાં ચોટીલાનો વિજય થયો અને ત્યારબાદ લીંબડી અને ધાંગધ્રા અને ત્યારબાદ પાટડી દસાડા તાલુકામાં પણ ભાજપનો વિજય થયો છે ત્યારે હાલમાં ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્યો પોત પોતાના વિસ્તારમાં વિજય સરઘસ માટે ની તૈયારીઓ શરૂ કરી છે.ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ ઉપર ચૂંટાયેલા જગદીશભાઈ મકવાણાએ સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં વિજય સરઘસની શરૂઆત કરી છે અને ફટાકડા ફોડી અને ભાજપ વિજય ઉત્સવ મનાવ્યો છે ત્યારે હાલમાં ઠેર ઠેર ભાજપનો વિજય ઉત્સવ અને તેના કાર્યકરો ભારે ગેલમાં આવી ગયા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં અને તેના તાલુકા મથકોએ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને આપને પણ સફળતા પ્રાપ્ત થઈ નથી ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેર અને તાલુકામાં કમળનો વિજય થયો છે અને હાલમાં પાટડી દસાડા તાલુકામાં તેમજ લીમડી તેમજ ચોટીલા ધાંગધ્રા ખાતે ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો દ્વારા હાલમાં વિજય ઉત્સવની સંપૂર્ણપણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સાંજ સુધીમાં વિજય ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામા આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોમાં ભાજપની વિજય માળા પ્રસરી જવા પામી છે ત્યારે હાલમાં ચોટીલા સીટ ઉપર શામજીભાઈ ચૌહાણની 28, 000 મતથી જીત થઈ છે અને કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા હાર થઈ છે તેમજ આપના ઉમેદવાર રાજુ કરપડાની પણ હાર થવા પામી છે ત્યારે ચોટીલામાં યોજાયેલ ત્રિપાઠીયા જંગમાં પણ ભાજપ મેદાન મારી ગયું છે અને હાલમાં ચોટીલામાં વિજય સરઘસની સંપૂર્ણપણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ભાજપના કાર્યકરો પણ ગેલમાં આવી અને ફટાકડા ફોડી અને વિજય ઉત્સવ ઉજવવા માટે નો થનગનાટ જોવા મળી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon