અરવલ્લી જિલ્લામાં યોજાશે ભારતીય હવાઈદળમાં અગ્નીવીરની ભરતી કરવા ભરતી મેળો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/96hvr7kzazauho1k/" left="-10"]

અરવલ્લી જિલ્લામાં યોજાશે ભારતીય હવાઈદળમાં અગ્નીવીરની ભરતી કરવા ભરતી મેળો


ભારતીય હવાઈદળમાં અગ્નીવીરની ભરતી કરવામાં આવનાર છે.આ ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન એરફોર્સની વેબસાઈટ પર https://indianirforce.nic.in અથવા https://indianirforce.nic.in પર તારીખ 5 જુલાઈ સાંજે 5 કલાક સુધીમાં કરવું જરૂરી છે.આ ભરતીમાં ફકત પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે.

સદર ભરતીમાં કેન્દ્રીય/રાજ્ય પરિક્ષા બોર્ડ ધો.૧૨(૧૦+૨)માં વિજ્ઞાન પ્રવાહમાં ૫૦% માર્કસ તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ % માર્કસ સાથે પાસ થયેલ હોવો જોઇએ અથવા ડીપ્લોમાં કોર્સ ૦૩ વર્ષ (મિકેનીકલ/ઇલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનીકસ /ઓટોમોબાઈલ/કોમ્પુટર સાયન્સ/ઇન્સટુમેન્ટ ટેકનોલોજી /આઈ.ટી ટેકનોલોજી સરકારી માન્ય પોલીટેકનીકમાંથી ડીપ્લોમાં ૫૦ % માર્કસ સાથે પાસ થયેલ હોવો જોઇએ અથવા અંગ્રેજી, ભૌતિકશાસ્ત્ર અને ગણિત વિષય સાથે નોન-વોકેશનલ કોર્સ સહિત બે વર્ષનાં વ્યાવસાયિક કોર્સકરેલ હોવો જોઈએ.

જે ઉમેદવારોની જન્મ તારીખ તા.૨૯/૧૨/૧૯૯૯ થી ૨૯/૦૬/૨૦૦૫ ની વચ્ચે ઉંમર ધરાવતા ઉમેદવારો ૧૫૨.૫-સે.મી ઉંચાઇ અને ઉંચાઈ અને ઉમર મુજબ નો વજન હોવો જોઇએ. આ સાથે રાખવાના પ્રમાણપત્રો/વસ્તુઓ/કલરફોટા/મેડીકલ/સ્ટાન્ડર્ડ વગેરની વધુ માહિતી માટે https://indianirforce.nic.in અથવા https://indianirforce.nic.in વેબસાઇટ જોવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]