ગીર સોમનાથ જિલ્લા પોલીસની 31 ડિસેમ્બરના દિવસે અસરકારક કામગીરી અનેક લોકોને નશા ની હાલતમાં પકડી પડ્યા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8re6ychxpsizwoal/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લા પોલીસની 31 ડિસેમ્બરના દિવસે અસરકારક કામગીરી અનેક લોકોને નશા ની હાલતમાં પકડી પડ્યા.


૩૧ ડીસેમ્બર અનુસંધાને ગીર સોમનાથ જીલ્લા પોલીસની અસરકારક કામગીરી

જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડાશ્રી મનોહરસિંહ એન . જાડેજા સાહેબ નાઓએ ૩૧ ડીસેમ્બરની ઉજવણી અનુસંધાને જીલ્લામાં દારૂબંધી ના કાયદાની કડક અમલવારી સારૂ જીલ્લાના તમામ અધિકારીશ્રી ઓને સુચના આપવામાં આવેલ અને દારૂ પીનારા માટે સ્વર્ગ સમા દીવ કેન્દ્રશાસીત પ્રદેશમાં ગુજરાતભર માંથી સહેલાણીઓ ૩૧ મી ડીસેમ્બરની ઉજવણી માટે આવતા હોય અને દારૂ પીવાની મજા માણી વાહનોમાં પરત ફરતી સમયે જીલ્લામાં વાહન અકસ્માતના બનાવો બનતા હોય છે જે તમામ બાબતોને ધ્યાને અને દારૂબંધીના કાયદાની કડક અમલવારી સાથો સાથ વાહન અકસ્માતના બનાવો બનતા અટકે તે માટે આગોતરૂ આયોજન કરી એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ હતો .

જે એકશન પ્લાન મુજબ કાયદો વ્યવસ્થા જાળવવા તથા અમુક ઇસમો દ્વારા થતી પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા ગીર સોમનાથ જીલ્લાના દરેક પો.સ્ટે . વિસ્તારમાં એલ.સી.બી. એસ.ઓ.જી. , તથા જીલ્લાના તમામ પો.સ્ટે . દ્વારા પેટ્રોલીંગ તેમજ જીલ્લા વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસ , ચેક પોસ્ટ , વાહનો , શંકાસ્પદ જગ્યાઓ વિગેરેનું અસરકારક અને સઘન ચેકીંગ હાથ ધરી નીચે વિગતે અસરકારક કામગીરી કરવામાં આવેલ છે

( ૧ ) પ્રોહીબિશન પીવાના કરેલ કેસ – ૧૨૨ ( ર ) દારૂપીને વાહન ચલાવવાના એમ.વી.એકટ ૧૮૫ ના કેસ - ૨૩ ( ૩ ) પ્રોહીબિશન ઇંગ્લીશ કબ્જાના કેસ - ૦૫ ( ૪ ) પ્રોહીબિશન દેશી દારૂ કબ્જાના કેસ – ૧૮ પ્રોહિબિશનના કુલ કરેલ કેસ – ૧૪૫ આ ઉપરાંત

ગીર સોમનાથ એલ.સી.બી. દ્વારા ભાલપરા ફાટક પાસે ભાડે રાખેલ ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા ઇસમોને પકડી પાડી ઇગ્લીશ દારૂની શીલપેક બોટલ નંગ -૨ તથા અધુરી બોટલ નંગ ૩ તથા ખાલી બોટલ નંગ -૧ તથા બ્રિજરની ભરેલ બોટલ નંગ -૫ તથા ખાલી બોટલો નંગ -૨ પ્રોહી મુદમાલ કીરૂ.- ૪૦૦૦ / - તથા કાચના ગ્લાસ નંગ -૯ તથા અન્ય મુદામાલ કી.રૂ. - ૦૦ / ૦૦ તથા મોબાઇલ નંગ- ૯ કી.રૂ. ૬૦૦૦૦ / - તથા ફોરવ્હીલ વાહન નંગ -૩ કી.રૂ. ૩૨,૦૦,૦૦૦ / - મળી કુલ કિ.રૂ .૩૨,૬૪,૦૦૦ / ના મુલામાલ સાથે મહેફીલ માણતા કુલ – ૧૦ ઇસમો પકડી પાડી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

આમ સમગ્ર ગીર સોમનાથ જીલ્લા પોલીસની અસરકાર કામગીરીને લીધે જીલ્લામાં કોઇ અનિચ્છનિય બનાવ બનવા પામેલ ન હતો

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]