જસદણ વીંછિયા તાલુકાના બ્લડ બેંક શરૂ કરવા લેખિતમાં અરજી - At This Time

જસદણ વીંછિયા તાલુકાના બ્લડ બેંક શરૂ કરવા લેખિતમાં અરજી


જસદણ વીંછિયા તાલુકાના બ્લડ બેંક શરૂ કરવા લેખિતમાં અરજી

જસદણ વીંછિયા તાલુકામાં અંદાજીત ૪ થી ૫ લાખ લોકો ની વસ્તી હોય વિસ્તાર આર્થિક સામાજિક રીતે પછાત હોય મોટા ભાગની વસ્તી ખેતી ,પશુપાલન અને ખેતી ને લાગતા વ્યવસાય સાથે જોડાયેલ હોય આવડી મોટી વસ્તી હોવાને કારણે રોજેરોજ હોસ્પિટલ માં લોહી ની જરૂર પડતી હોય લોકોએ લોહી માટે ગોંડલ અને રાજકોટ ઉપર આધારીત રેવું પડતું હોય તાલુકાના લોકો આ અગવડતા ના કારણે ઘણા હેરાન થઈ રહ્યા છે.આના કારણે લોહી જ્યારે જરૂર હોય ત્યારે ન મળતા અનેક લોકો ને પોતાના વ્હાલસોયા ના જીવ ગુમાવવાનો વારો આવે છે.જ્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આરોગ્ય ની બાબતે ખુબજ જાગૃત હોય અને નાનામાં નાના માણસને સુવિધા ના અભાવે જીવ ગુમાવવાનો સમય ન આવે એની ચિંતા કરતા હોય તેમજ આ વખતે ૧૫૬ સીટ જેવી એતિહસિક જીત પ્રાપ્ત કરેલ હોય તેમજ જસદણ વીંછિયા તાલુકાના લોકો એ પણ ખુબજ પ્રેમ આપી જસદણ વિંછીયા ધારાસભા સીટ બી જે પી ને જંગી બહુમતી થી જીતાડી હોય તેવા તાલુકામાં સત્વરે બ્લડ બેંક ઉભી કરવામાં આવે એવી જસદણના જાગૃત યુવા નીલેશ રામોલીયા દ્વારા વડાપ્રધાન ઓફિસ,મુખ્મંત્રીશ્રી ગુજરાત રાજ્ય ઓફિસ,આરોગ્ય મંત્રી ગુજરાત રાજ્ય,ઓફિસ,ધારાસભ્ય જસદણ, વીંછિયા અને કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય કુવરજીભાઈ,બાવળિયાને લેખિતમાં અરજી કરવામાં આવી.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801908172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.