૨૦૨૩-૨૪ દરમ્યાન વિવિધ રીતે સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બનેલ નાગરીકોને ફ્રોડમાં ગયેલ રૂ. ૪૯,૯૫,૧૩૩ /- પરત અપાવતી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ, અરવલ્લી. - At This Time

૨૦૨૩-૨૪ દરમ્યાન વિવિધ રીતે સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બનેલ નાગરીકોને ફ્રોડમાં ગયેલ રૂ. ૪૯,૯૫,૧૩૩ /- પરત અપાવતી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ, અરવલ્લી.


અરવલ્લી જીલ્લાના સાયયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૨૩ તથા ૨૦૨૪ દરમ્યાન અલગ- અલગ રીતે નાગરીકોની સાથે સાયબર ક્રાઇમ નાણાંકિય ફ્રોડ જેવા કે સ્ક્રિન શેરીંગ એપ દ્વારા ફ્રોડ,ઓ.ટી.પી. ફ્રોડ,કસ્ટમર કેર નંબર ફ્રોડ, આર્મીમેન, પોલીસ અધિકારીનું ખોટુ નામ ધારણ કરી કરેલ ફ્રોડ, વીજબીલ ભરવાના ટેક્સ મેસેજ દ્વારા કરેલ ફ્રોડ થયેલ હોય, આ નાગરીકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી દ્વારા ફેલાવવામાં આવતી જાગૃત્તિ અન્વયે તાત્કાલીક તેમની ફરીયાદ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ઉપર કરેલ હોય, જે અનુસંધાને સી.આઇ.ડી. ક્રાઇમ, ગાંધીનગર દ્વારા ફ્રોડ કરનાર આરોપીઓના બેંન્ક એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવેલ, જે આરોપીઓના બેંન્ક અકાઉન્ટમાં હોલ્ડ થયેલ રકમ પરત અપાવવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અરજદારને યોગ્ય માહીતી આપવામાં આવેલ અને ત્યાર બાદ ચીફ.જ્યુ.મેજી. સા. નાઓની કોર્ટ, અરવલ્લી- મોડાસા નાઓ દ્વારા તેમજ વિવિધ બેંન્કોના નોડલ અધિકારી શ્રીઓ ના સહયોગથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ અરજીઓ અંગે તાત્કાલી જીણવટ ભરી તપાસ કરી અને અરજદારોના નાણાં પરત અપાવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ હતી. આમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી દ્વારા કુલ- ૨૦૫ સાયબર ક્રાઇમ નો ભોગ બનેલ અરજદારોના બેંન્ક એકાઉન્ટમાંથી ગયેલ કુલ રૂ.૪૯,૯૫,૧૩૩ /- પરત અપાવવાની સરાહનિય કામગીરી કરવામાં આવી.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી દ્વારા જીલ્લાના તમામ નાગરીકોને સાયબર ક્રાઇમ ફ્રોડથી સુરક્ષીત કરવા અપીલ કરવામાં આવે છે.

સાયબર ક્રાઇમથી બચવા આટલું ધ્યાન રાખો

(૧) કોઇપણ બેંક મેનેજર એ.ટી.એમ કાર્ડ/ક્રેડિટ કાર્ડ બંધ થવા સંબંધે ક્યારેય ફોન કરતા નથી.

(૨) કોઇ બેંક કે અજાણ્યા નંબર દ્વારા એ.ટી.એમ. કાર્ડ/ક્રેડિટ કાર્ડ સંબંધે ફોન આવે ત્યારે બેંક ની ડીટેઇલ, એ.ટી.એમ. કાર્ડ/ ક્રેડિટ કાર્ડ ની ડીટેઇલ કે ઓ.ટી.પી. નંબર આપવો નહીં.

(૩) એ.ટી.એમ. રૂમમાં દાખલ થાવ ત્યારે કોઇ અજાણ્યા ઇસમ પાસવર્ડ જુએ નહી તે સારુ એ.ટી.એમ. રૂમમાં અન્ય કોઇ વ્યક્તિનો પ્રવેશ થવા દેવો નહી.

(૪) મોબાઇલ ઇન-બોક્ષ માં પૈસા જમા કે કપાત નો કોઇ મેસેજ આવે તો બેન્ક, બેન્ક એપ્લીકેશન સિવાય ક્યાંય ખરાઇ કરવી નહી.

(૫) ઓછા વ્યાજદર ની લોન કે લોભામણી જાહેરાત માટે ક્યારેય કોઇ અજાણી લીંક પર પર્સનલ માહિતી કે બેંક ડીટેઈલ સબમીટ કરવી નહી.

(૬) નોકરી આપવાની જાહેરાત માટે કોઇ વેબસાઇટમાં બાયોડેટા સાથે બેંક ડીટેઇલ સબમીટ કરવી નહી.

(૭) ગૂગલ સર્ચ એન્જીન દ્વારા મેળવેલ કોઇ પણ માહિતી પર સંપુર્ણ વિશ્વાસ કર્યો નહી. તેમજ ઓફીસીયલ વેબસાઇટ પરથી જ માહિતી મેળવવી.

(૮) ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ જેવા સોસીયલ મીડીયા પ્લેટફોર્મ પર કોઈ લોભામણી જાહેરાત પર આપેલ લીંક પર ક્લીક કરવું નહી. તેમજ કોઇ લોભામણી જાહેરાતમાં આવી જવું નહી. તથા
TWO STEP VERIFICATION કરવું.
(૯) જો આપની સાથે સાયબર ક્રાઇમ નો ગુન્હો બને તો આપના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી તમારી ફરીયાદ નોંધાવવી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.