રાજકોટવાસીમાં મળ્‍યું અતિ દુર્લભ ‘ગોલ્‍ડન કલર'નું લોહી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8lkpbjn2dqspaffr/" left="-10"]

રાજકોટવાસીમાં મળ્‍યું અતિ દુર્લભ ‘ગોલ્‍ડન કલર’નું લોહી


અત્‍યાર સુધી આપણે A,B,O અને AB ચાર પ્રકારના બ્‍લડ ગ્રૂપ વિશે સાંભળ્‍યુ હશે, પરંતુ દેશમાં એક એવા બ્‍લડ ગ્રૂપની ઓળખ થઈ છે તે અત્‍યંત દુર્લભ છે. આ બ્‍લડ ગ્રૂપનું નામ છે ઈએમએમ નેગેટિવ (EMM Negative) ગ્રૂપ. ચોંકાવનારી હકીકત તો એ છે કે આ શખ્‍સ ગુજરાતના છે. ૬૫ વર્ષીય ગુજરાતી શખ્‍સમાં આ બ્‍લડ ગ્રૂપ મળી આવ્‍યુ છે.

દુર્લભ બ્‍લડ ગ્રૂપનો ભારતનો આ પહેલો કિસ્‍સો છે, જયારે સમગ્ર દુનિયામાં રક્‍તવાળા ૧૦ લોકો જ છે. વ્‍યક્‍તિના શરીરમાં કુલ ૪૨ પ્રકારના અલગ અલગ બ્‍લડ સિસ્‍ટમ હાજર હોય છે. જેમ કે, એ, બી, ઓ, આરએચ અને ડફી. પરંતુ સામાન્‍ય રીતે ચાર બ્‍લડ ગ્રૂપ જ ગણવામાં આવે છે. ગુજરાતના શખ્‍સમાં જે EMM Negative મળ્‍યુ છે, તે દુનિયાનું ૪૨ મું બ્‍લડ ગ્રૂપ માનવામાં આવે છે. એક્‍સપર્ટસની માનીએ તો, આ બ્‍લડ ગ્રૂપ એ લોકોમાં જોવા મળે છે, જેમાં ઈએમએમ હાઈ ફ્રિકવન્‍સી એન્‍ટીજનની અછત મળી આવે છે. EMM  બ્‍લડ ગ્રૂપવાળા શખ્‍સ ન તો કોઈને રક્‍ત દાન કરી શકે છે, ન તો કોઈનુ રક્‍ત લઈ શકે છે. 

જે વ્‍યક્‍તિમાં આ બ્‍લડ ગ્રૂપ મળી આવ્‍યુ છે તે રાજકોટની છે. જેમની આ બ્‍લડ ગ્રૂપની ઓળખ સુરતમાં થઈ. સુરતના સમર્પણ બ્‍લડ ડોનેશન સેન્‍ટરના ફિઝિશિયન ડોક્‍ટર સન્‍મુખ જોશી એ કહ્યુ કે, ૬૫ વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવ્‍યો હતો. તેમના લોહીની તપાસ કરતા આ રેર બ્‍લડ ગ્રૂપ મળી આવ્‍યુ છે. અમે તપાસ કરી તો જાણવા મળ્‍યુ કે તેઓ દેશના પ્રથમ એવા શખ્‍સ છે જેઓ EMM નેગેટીવ બ્‍લડ ગ્રૂપ ધરાવે છે. હાલ તેમને લોહીની જરૂર છે, જેથી તેમની હાર્ટ સર્જરી કરાવી શકાય. પરંતુ સર્જરી કરવા માટે નવુ EMM નેગેટીવ લોહી અમારી પાસે નથી.

આ રક્‍ત દુનિયાનું સૌથી દુર્લભ બ્‍લડ ટાઈપ ગોલ્‍ડન બ્‍લડ છે. ગોલ્‍ડન બ્‍લડ દુનિયામાં માત્ર ૪૩ લોકોમાં મળી આવ્‍યુ છે. આ પ્રકારના લોકોને જો ક્‍યારેય રક્‍તની જરૂર પડે તો તેમને અનેક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. ઈન્‍ટરનેશનલ સોસાયટી ઓફ બ્‍લડ ટ્રાન્‍સફયુઝને આ બ્‍લડ ગ્રૂપને ઈએમએમ નેગેટિવ એટલા માટે ગણાવ્‍યુ છે કે, તે રક્‍તમાં EMM એટલે કે લાલ રક્‍ત કોશિકાઓમાં એન્‍ટીજન મળી આવતુ નથી. આ રક્‍તને ગોલ્‍ડન બ્‍લડ પણ કહેવાય છે. આ રક્‍ત એ લોકોના શરીરમાં મળી આવે છે જેમનું Rh ફેક્‍ટર null હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]