NDAના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાત આવશે - At This Time

NDAના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાત આવશે


NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ૧૭ જુલાઈના રોજ ગુજરાતના મહેમાન બનવાના છે. તેઓ એક દિવસના પ્રવાસે ગાંધીનગરમાં આવશે. NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ૧૭ જુલાઈએ ગાંધીનગર આવવાના છે, તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દ્રૌપદી મુર્મુ ભાજપના ધારાસભ્‍યો સાથે બેઠક કરશે. એટલું જ નહીં, અમદાવાદમાં પણ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની અધ્‍યક્ષતામાં ગાંધીનગર સ્‍વર્ણિમ સંકુલમાં ધારાસભ્‍યોની એક બેઠક મળશે. જેમાં ભાજપના તમામ ધારાસભ્‍યોને ૧૬ થી ૧૮ જુલાઈ ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્‍યો છે. દ્રૌપદી મુર્મુ ગાંધીનગર સ્‍વર્ણિમ સંકુલમાં ૧૭ જુલાઈના રોજ ભાજપના ધારાસભ્‍યો સાથે બેઠક કરશે. જેના ભાગરૂપે ૧૮ જુલાઈએ ભાજપના ધારાસભ્‍ય દળની એક બેઠક મળશે. આ સિવાય ભાજપના તમામ ધારાસભ્‍યોને ૧૬થી ૧૮ જુલાઈ ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્‍યો છે.

રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને એનડીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્‍યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે ૨૦થી વધુ નામ હતા. પરંતુ તેમાંથી દ્રૌપદી મુર્મૂ એનડીએના ઉમેદવાર બશે. દ્રૌપદી મુર્મૂના સફર વિશે વાત કરીએ તો તેમણે ઓડિશાના પાર્ષદ બનવાની સાથે રાજકીય જીવનની શરૂઆત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon