માદક પદાર્થ મેફાડ્રોન ( ઍમ.ડી. ) ના નેટવર્કને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8jeydikg1winfpgc/" left="-10"]

માદક પદાર્થ મેફાડ્રોન ( ઍમ.ડી. ) ના નેટવર્કને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ


માદક પદાર્થ મેફાડ્રોન ( ઍમ.ડી. ) ના નેટવર્કને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ પોલીસ

હિંમતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી હકિક્ત મળેલ કે , બે ઈસમો લાલ કરલનું હીરો ડ્યુએટ ઉપર પોતાના કબજામાં માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સ રાખી જુની સિવિલ સર્કલ થી મહેતાપુરા જનાર છે . જે બાતમી આધારે એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ સાથે પંચો રૂબરૂ ઉપરોક્ત બાતમીવાળા વાહનની વોચમાં રહેતા બન્ને ઇસમો વાહન લઇ જીશ જેલ હિંમતનગરના મુખ્ય દરવાજા આગળ આવતાં કોર્ડન કરી પકડી પાડેલ . જેમાં વાહન ચાલક મોહમંદ કાબીલ અબ્દુલરઉફ ચૌરીવાલા તથા પાછળ બેસેલ ઇસમ કૃણાલ રજનીકાન્ત પંચાલ નાઓને પકડી તેમની ઝડતી કરતાં માદક પદાર્થ મેફાડ્રોન ( એમ.ડી. ) નો કુલ ૩૫ ગ્રામનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા ૩,૫૦,૦૦૦ / -નો પોતાના કબજા ભોગવટામાં રાખી પકડાઈ ગયેલ આ માદક પદાર્થ નો જથ્થો તેઓને હિંમતનગરનાચાંદનગરમાં રહેતા લાલા કુરેશી તથા રાજસ્થાનના કોટડા છાવણી ખાતે રહેતા સમુનખાન પઠાણ નાઓએ હિંમતનગરમાં વેચાણ માટે આપેલ સાદર પકડાયેલ આરોપીઓ પાસે આ માદક પદાર્થ હિંમતનગરમાં રહેતા જુદા - જુદા તેમના ગ્રાહકો સોહિલ મોડાસીયા , નજફ સૈયદ , ટીલુ બાપુ , શ્રીપાલસિંહ રાઠોડ , સૌરભ સુથાર તથા અખ઼ાર અહેમદે મંગાવેલો હતો , જે તમામ આરોપીઓને સાબરકાંઠા એ.ઓ.જી. પોલીસે પકડી પાડેલ છે . પકડાયેલ આરોપીઓ ( ૧ ) મોહમંદ કાબીલ અબ્દુલરઉફ ચોરીવાલા હિંમતનગર ( ૨ ) કૃણાલ રજનીકાન્ત પંચાલ , બેરણા રોડ , હિમતનગર ( ૩ ) મહમ્મદ રફીક ઉર્ફે લાલો મહમંદ હનિફ કુરેશીઉ.વ . હિંમતનગર ( ૪ ) સોહિલ સિરાજ અહેમદ હિંમતનગર ( ૫ ) નઝફ ઉર્ફે બીડી અમીર અબ્બાસ .ખુશ્બ હોસ્પિટલની પાછળ , હિંમતનગર ( ૬ ) જીતેન્દ્રસિંહ ઉર્ફે ટીલુ બાપુ વિક્રમસિંહ , ગાયત્રી મંદિર રોડ , હિંમતનગર

અહેવાલ અશોકભાઈ નાય હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]