અટલ સરોવર નિહાળવા લોકો પાસેથી રૂ.25 ઉલેચી લેવાશે - At This Time

અટલ સરોવર નિહાળવા લોકો પાસેથી રૂ.25 ઉલેચી લેવાશે


1 મેથી લોકો માટે ખુલ્લું મુકાશે, રેસકોર્સમાં ટહેલવા માટે ચાર્જ દેવો પડતો નથી, નવા રેસકોર્સમાં તળાવ કાંઠે બેસવા પણ ખર્ચ કરવો પડશે મનપાની સ્માર્ટ કમાણીપ્રજાના 136 કરોડના ખર્ચે બનેલા અટલ સરોવરની આવકમાં કોન્ટ્રાક્ટરને બખાં

રાજકોટ શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવર એક નવા આકર્ષણ તરીકે ઊભરી આવ્યું છે. આ વિસ્તારને પહેલાથી જ નવા રેસકોર્સ તરીકે ગણવામાં આવી રહ્યું છે. સરોવરમાં હજુ કામ બાકી છે પણ તંત્રએ માર્ચમાં લોકાર્પણ કરીને ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મેથી લોકો માટે ખુલ્લું મુકવાની જાહેરાત કરી હતી. અટલ સરોવર બુધવારે ખુલ્લું મુકાશે. રાજકોટની મધ્યે આવેલા રેસકોર્સમાં લોકો ટહેલવું પસંદ કરે છે આસપાસના બગીચાઓ, ક્રીડાંગણો શહેરવાસીઓ માટે સૌથી લોકપ્રિય છે અને મનપા ત્યાં કોઇ ચાર્જ લેતી નથી. જોકે હવે નવા રેસકોર્સ એટલે કે અટલ સરોવરમાં પ્રવેશવા માટે ચાર્જ દેવો પડશે. બાળકોની 10 રૂપિયા ટિકિટ જ્યારે વયસ્કોની 25 રૂપિયા ટિકિટ લેવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.