રસ્તે ચાલવા બાબતે માથાકુટ થતા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8fg66b34sprnj1fk/" left="-10"]

રસ્તે ચાલવા બાબતે માથાકુટ થતા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ


રસ્તે ચાલવા બાબતે માથાકુટ થતા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

હસમુખભાઇ હાદાભાઇ ગોહીલ જાતે.અનુ જાતી ઉવ.૨૧ ધંધો.ખેતી રહે.ભડલી,આંબેડકર ચોક તા. વિંછીયા જેને જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ઘરેથી ભડલી ગામની મંદડી સીમ વીસ્તારમાં આવેલ વાડીએ જતા હતા તેવામા તે મેંદડી ડેમની પાળ ઉપર પહોચતા ત્યા ગામના દુદાભાઇ માણસુરભાઇ જાદવ ત્યા પોતાની ઇક્કો ફોરવ્હીલ ગાડી લઇને રસ્તામાં ઉભા હતા અને તેની પાસેથી નીકળેલ ત્યારે દુદાભાઇએ હસમુખભાઈ ને ઉભા રાખેતા કહેલ કે તુ અહીયા કેમ ચાલ્યો જેથી હસમુખભાઈ એ તેને કહેલ કે અહી રસ્તો છે અને મારે મારી વાડીએ જવુ છે જેથી હુ અહી રસ્તેથી મારી વાડીએ જવા નીકળેલ છુ" તેમ વાત કરતા દુદાભાઇએ કહેલ કે તારે અહી ચાલવાનુ નથી આ રસ્તો મારા ખાતે છે જેથી હસમુખ ભાઈ કહેલ કે આ તો ગૌસરની જમીન છે હુ અહીંયાથી જ ચાલવાનો છુ તેમ વાત કરતા આ દુદાભાઇ જેમફાવે તેમ ગાળો આપવા લાગેલ અને દુદાભાઇ એકદમ ઉશ્કેરાઇ ઇક્કો ફોરવ્હીલ ગાડીમાંથી લોખંડનો પાઇપ કાઢીને હસમુખને સાથળના પાછળના ભાગે બે પાઇપના ઘા મારી લીધેલ અને હસમુખ ભાઈ સારવાર અર્થે હોસ્પિટલમાં આવેલ અને મુંઢ માર વાગતાં તેઓ જસદણ પોલીસ સ્ટેશનમાં દુદાભાઈ વિરુદ્ધ આઇપિસી 323, 504, જીપી એક્ટ ક. 135 મુજબની પોલીસ ફરિયાદ નોંધી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]