ઉના તાલુકાના માછીમાર પરિવારની વ્યથા સાંભળતા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8dhovexhs7uook4k/" left="-10"]

ઉના તાલુકાના માછીમાર પરિવારની વ્યથા સાંભળતા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ


ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે કેન્દ્ર સરકારમાં રજુઆત કરવાની અને માછીમાર ભાઈને વતન પરત લાવવાની ખાત્રી આપી..

ઊના ગીરગઢડા પંથકના પાકિસ્તાન જેલમાં કેદ માછીમારોના પરિવારોની મીટીંગ મળી...

પાંચ વર્ષથી અમારી કોઇએ વાત સાંભળી નોતુ કાળુભાઇ અમારે વહારુ આવ્યા છે.. માછીમાર પરિવાર

ઉના શહેર તાલુકા તથા ગીરગઢડા તાલુકાના પાકીસ્તાન જેલમા કેદ માછીમારોના પરિવાર જનોની એક અગત્યની મીટીંગનું આયોજન ઉનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમા આશરે ૫૦૦ થી વધુ માછીમાર પરિવારોના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં હાલ પાકિસ્તાનની જેલમાં કેદ રહેલા માછીમારોને વહેલી તકે મુકત કરાવવા માટે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે કેન્દ્ર સરકારમાં રજુઆત કરવાની અને માછીમાર ભાઈને વતન પરત લાવવાની ખાત્રી આપી હતી. તેમજ માછીમાર પરિવારોને કોઈપણ જાતની તકલીફો હોય તોતે દુર કરવા અને આવા માછીમાર પરિવારોને આર્થિક સહાય સહીત તમામ બાબતોમાં મદદ કરવાની બાંહેધરી આપી હતી. આ સિવાય કાળુભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીની દહેશત વચ્ચે સૌનૅ વેકસીનના બે ડોઝ તથા બુસ્ટર ડોઝ લય લેવાની ખાસ અપીલ કરી હતી. પાકીસ્તાની જેલમાં બંધ મોટાભાગના માછીમારો કોળી સમાજ માંથી આવતા હોય ત્યાં હાજર રહેલ કોળી સમાજ સહીત તમામ સમાજના લોકોને લગ્નમાં થતા બીન જરૂરી ખર્ચાઓ બંધ કરી દિકરી દિકરાના લગ્ન પ્રસંગો સમૂહ લગ્નોત્સવમાં જોડાઈને પૈસાનો વેડફાટ અટકાવી, કાળી મજુરી કરીને કમાયેલા પૈસાની બચત કરવા પણ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે હ્દય સ્પર્શી અપીલ કરી હતી. આ માછીમાર પરિવારોની મીટીંગમાં આવેલા તમામ ભાઈ-બહેનો માટે ગરમ નાસ્તો તથા ચા પાણી વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી. આ મીટીંગમાં જીલ્લા પંચાયત ગીર સોમનાથના બાંધકામ સમિતિના ચેરમેન રૂડાભાઈ શીંગડ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનીધી સામતભાઈ ચારણીયા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, જીલ્લા પંચાયતના સદસ્ય લખમણભાઇ બાંભણિયા, બાબુભાઈ બાંભણિયા, દેલવાડા સરપંચના પ્રતિનિધિ વિજયભાઈ બાંભણિયા સહીતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]