કુતુબ મીનારનું નામ બદલવાની માંગ, હિન્દૂ સંગઠનના સભ્યોએ કર્યો વિરોધ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/82g3owsypchcr4rx/" left="-10"]

કુતુબ મીનારનું નામ બદલવાની માંગ, હિન્દૂ સંગઠનના સભ્યોએ કર્યો વિરોધ


દિલ્હીમાં કેટલાક હિન્દૂ સંગઠનોના સભ્યો દ્વારા ઐતિહાસિક બિલ્ડિંગ કુતુબ મીનાર પાસે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. આ સાથે જ હિન્દૂ સંગઠન દ્વારા તેનું નામ કુતુબ મીનારનું નામ બદલીને વિષ્ણુસ્તંભ કરવાની માંગ કરવામાં આવી છે.

જાણકારી અનુસાર, મંગળવાર સવારે જ કુતુબ મીનાર પાસે હિન્દૂ સંગઠનોનું પ્રદર્શન ચાલુ છે. હિન્દૂ સંગઠન મહાકાલ માનવ સેવાના સભ્યોએ કુતુબ મીનાર પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરીને વિરોધ નોંધાવયો હતો. હિન્દૂ સંગઠનોનો દાવો છે કે કુતુબ મીનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે. આ મીનારનુ નિર્માણ જૈન અને હિન્દૂ મંદિરોને ધ્વસ્ત કરીને કરવામાં આવ્યુ હતુ.

જોકે, તેની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોચેલી પોલીસે કેટલાક લોકોની અટકાયતમાં લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કુતુબ મીનાર પરિસરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

કુતુબ મીનાર પાસે હનુમાન ચાલીસા ના પઢવા દેવાને લઇને દિલ્હી પોલીસે યૂનાઇટેડ હિન્દૂ ફ્રંટના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અને રાષ્ટ્રવાદી શિવસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જયભગવાન ગોયલને હાઉસ એરેસ્ટ કરી લીધા છે.

આ પ્રદર્શનકારીઓની માંગ છે કે ભારત એક સનાતન ભૂમિ છે માટે કુતુબ મીનાર સાથે તમામ મુગલકાલીન બિલ્ડિંગ અને રસ્તાનુ નામ પણ બદલાવવુ જોઇએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]