ગઢાળા ગામે વજુ બાવકુ ખાચરની જસદણ પોલીસે કરી ધરપકડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6xsg3oxdavnkv6uy/" left="-10"]

ગઢાળા ગામે વજુ બાવકુ ખાચરની જસદણ પોલીસે કરી ધરપકડ


ગઢાળા ગામે વજુ બાવકુ ખાચરની જસદણ પોલીસે કરી ધરપકડ

જસદણ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ફરતા ફરતા આંબરડી ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા જસદણ પોલીસ ને ખાનગી રાહે ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત મળેલ કે , ગઢાળા ગામના વજુભાઇ બાવકુભાઇ ખાચર ગઢાળા ગામના કાથડભાઇ આયરની વાડીની પાછળ આવેલ હાલેમાલ વીડીમાં કાંટાની ઝાડીમાં દેશી દારૂ ઉતારવાની ભઠ્ઠી ચાલુ છે તેવી હકીકત મળતા તુરત જસદણ પોલીસ હકીકત વાળી જગ્યાએ વીડીમા કાટાની ઝાડીમાં પહોંચતા એક ઇસમ હાજર હતો અને જમીનમાં ગેસના ચુલા ઉપર દેશીદારૂ ઉતારવાની ભઠી ચાલુ હતી જેથી ઇસમને જેમનો તેમ બેસાડી ઇસમ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ વજુભાઇ બાવકુભાઇ ખાચર જાતે કાઠી દરબાર ઉવ .૫૫ ધંધો મજુરી રહે ગઢાળા તા વિછીયા જી રાજ કોટ વાળો હોવાનુ જણાવેલ, વજુભાઇ બાવકુભાઇ ખાચર રહે ગઢાળા વાળાએ દેશીદારૂ બનાવવા ની ભઠ્ઠી ચલા વી દેશી દારૂ લીટર -૨૦ કિ.રૂ .૪૦૦ / - તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર -૨૦૦ કિ.રૂ .૪૦૦ / - તથા ભઠ્ઠીના સાધનો કિ.૩,૨૭૫૦૪- મળી કુલ રૂ .૩૫૫૦ / -નો મુદામાલ રાખી ઇસમે પ્રોહી એક્ટ કલમ ૬૫.બી.સી.ડી.ઇ , એફ મુજબ નો ગુન્હો કરતા ગુજરાત હાઇકોર્ટની કોરોના ગાઇડ લાઇન મુજબ આરોપીને જ્યુડીશિયલ કસ્ટડીમાં લેતા સમયે આરોપીનો કોવીડ -૧૯ રીપોર્ટ કરી અટકાયત કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]