14મી માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે અરવલ્લી જિલ્લા તંત્ર સજ્જ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/60a0rpbrk6wguzc1/" left="-10"]

14મી માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે અરવલ્લી જિલ્લા તંત્ર સજ્જ.


ભયમુક્ત વાતાવરણમાં વિધ્યાર્થીઓ પરીક્ષા આપે અને કારકીર્દીના સોપાનો સર કરે તેવી શુભકામનાઓ: જિલ્લા શિક્ષણાધિકારીશ્રી.

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આગામી ૧૪ માર્ચથી શરૂ થવાની છે. આ બોર્ડની પરીક્ષામાં જિલ્લાના એકંદરે ૩૩૯૭૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ ૧૦માં ૧૯૭૭૬ વિધાર્થીઓ, ધોરણ -૧૨ (સામાન્ય પ્રવાહ ) ૧૨૨૧૩ વિદ્યાર્થીઓ,ધોરણ -૧૨(વિજ્ઞાન પ્રવાહ ) ૧૯૮૪ વિદ્યાર્થીઓ સહીત એકંદરે કુલ ૩૩૯૭૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં ૨૬ એસ. એસ. સી ના કેન્દ્રો,૧૩ એચ. એસ. સી (સામાન્ય પ્રવાહ )ના કેન્દ્રો,અને એચ. એસ. સી (વિજ્ઞાન પ્રવાહ )ના ૨ કેન્દ્રો એમ કુલ ૪૧ કેન્દ્રો ઉપર બોર્ડની પરીક્ષા યોજાશે.

આ અનુસંધાને જિલ્લા શિક્ષણાઅધિકારીશ્રી એ જણાવ્યું, શાળાના સંચાલકોને તેમજ અન્ય વિભાગ જેવા કે વીજ વિભાગ, આરોગ્ય વિભાગ, બસ સુવિધા તેમજ પોલીસ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા શિક્ષણા અધિકારી શ્રી એ વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરિક્ષા આપી શકે તે માટે માર્ગદર્શન અને સૂચનો આપ્યા. આ સાથે જ પરીક્ષાને એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે અને વિધ્યાર્થીઓ કારકીર્દીના સોપાનો સર કરે તેવી શુભકામનાઓ આપી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]