પડધરીઃ પ્રીતિ સ્કોચ મીલ જીનીંગમાં જુગાર રમતા રાજકોટના ઉદ્યોગપતિઓ ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qdzqxrppudjcpraw/" left="-10"]

પડધરીઃ પ્રીતિ સ્કોચ મીલ જીનીંગમાં જુગાર રમતા રાજકોટના ઉદ્યોગપતિઓ ઝડપાયા


રાજકોટ-જામનગર ઘોરી માર્ગ પર આવેલા તરઘડી ગામ પાસે પ્રીતિ સ્કોચમીલ પ્રા.લી. જીનીંગ મીલની ઓરડીમાં જુગટુ ખેલતા રાજકોટના કારખાનેદાર અને વેપારી સહિત પાંચ શખ્સોની ઘરપકડ કરી રૂ. ૫૩હજારના મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે લક્ઝરી કાર અને કિંમતી મોબાઇલ કબજે કરવાનું સ્થાનિક પોલીસે માંડી વાળ્યું છે

વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ જુગારની બદી ડામવા એસ.પી. જયપાલસિંહ રાઠોડે આપેલી સૂચનાને પગલે પડધરી પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું રાજકોટ શહેરના અમીન માર્ગ પર આવેલી જનકલ્યાણ સોસાયટીમાં રહેતો અને પડધરી તાલુકાના તરઘડી ગામે આવેલી પ્રીતિ સ્કોચ મિલ પ્રા.લી. ના નામે કારખાનું ધરાવતો દિનેશ ધીરજલાલ સેલાણી નામનો પ્રૌઢ પોતાના કારખાનામાં જુગાર રમાડતા હોવાની પડઘરી પોલીસને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.

દરોડો દરમ્યાન જુગાર રમતા કારખાનેદાર દિનેશ ધીરજલાલ સેલાણી, બીગ બજાર પાછળ બ્રહ્મકુંજમાં રહેતો જમનભાઈ ગોવિંદભાઈ વિરાણી અક્ષર માર્ગ પર ઇન્દ્રપ્રસ્થ શેરી નં. ૫ માં રહેતા પોપટભાઇ દામજીભાઇ વાલાણી,નાનામવા રોડ તાપસ સોસાયટીમાં રહેતા હેમરાજ છગનભાઇ પનારા અને પ્રીતી સ્કોચ મીલના કર્મચારી સુરભાણ દિનેશપ્રસાદ મીશ્રા સહિત પાંચ શખ્સોની ઘરપકડ કરી જુગારના પટમાંથી રોકડા ૫૩ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે પોલીસ જુગારના દરોડામાં રોકડ રકમ મોબાઇલ અને કાર કબજે કરતી હોય છે પરંતું કારખાનાની ઓફિસ ને બદલે ઓરડીમાં જુગાર રમાતો હોવાનું બતાવી અને સાથે સાથે લકઝરી કાર અને મોંઘાદાટ મોબાઇલ કબ્જે કરવાનું સ્થાનિક પોલીસે માંડી વાળ્યાનું ચર્ચાય છે તેમજ સામાન્ય રિતે જુગારના પોલીસ દરોડા પાડે ત્યારે ફોટા સાથે પ્રેસ નોટ આપતા હોય છે સામાન્ય અને ઘનીકો માટે કાયદાની વ્યાખ્યા અલગ હોવાનું બુદ્ધિ જીવોમાં ચર્ચાઈ રહ્યું છે

રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]