ગુજરાતમાં પણ 22 જાન્યુઆરીએ સરકારી કચેરીમાં અડધી રજા રહેશે - At This Time

ગુજરાતમાં પણ 22 જાન્યુઆરીએ સરકારી કચેરીમાં અડધી રજા રહેશે


ગુજરાતમાં પણ 22 જાન્યુઆરીએ સરકારી કચેરીમાં અડધી રજા રહેશે
રાજ્ય સરકારે મોડી રાત્રે સત્તાવાર જાહેરાત કરી
સરકાર હસ્તક બોર્ડ અને નિગમો, પંચાયતોની કચેરીઓ ૨.૩૦ વાગ્યા સુધી બંધ રહેશે.

ભારત સરકારે તેના તાબા હેઠળની તમામ સરકારી કચેરીઓમાં ૨૨મી જાન્યુઆરીને સોમવારે અડધા દિવસની રજા જાહેર કરી છે. અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુજરાતમાં પણ રજા આપવા ખાનગી સ્કૂલોના સંચાલકોથી લઈને ધારાસભ્યો માંગણી કરી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારે ગુરુવારે મોડી રાત્રે સત્તાવાર જાહેરાત કરી હતી કે, ૨૨ જાન્યુઆરીએ સરકાર હસ્તક બોર્ડ અને નિગમોની કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં બપોરે ૨.૩૦ વાગ્યા સુધી રજા રહેશે.

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાતમાં અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સામાજીક, ધાર્મિક અને રાજકીય સંસ્થાનોએ સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. આથી ૨૨મી જાન્યુઆરીને સોમવારે અહીં ગુજરાતમાં પણ રાજ્ય સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવે તેવી માંગણીઓ ઉઠતી રહી હતી. અગાઉ ગુરુવારે સાંજે આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે ઉચ્ચ સ્તરેથી ચર્ચા-વિચારણા કર્યા બાદ નિર્ણય કરવામા આવશે તેમ જણાવ્યું હતું. અલબત્ત ગુરૂવારે ભારત સરકારે એક નોટિફિકેશન મારફતે કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ સોમવારે બપોરે અઢી વાગ્યા સુધી ચાલુ રહશે, કર્મચારી-અધિકારીઓને અડધા દિવસની રજા મળશે તેમ જાહેર કર્યા બાદ ગુજરાતમાં પણ રાજ્ય સરકારે ૨૨મી જાન્યુઆરીએ રજા આપવા સંદર્ભે નિર્ણય કરીને તેની જાહેરાત કરી હતી.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.