મહર્ષિ ગુરુકુળ હળવદના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં વગાડ્યો ડંકો... - At This Time

મહર્ષિ ગુરુકુળ હળવદના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં વગાડ્યો ડંકો…


ધોરણ 12 સાયન્સ - કોમર્સના પરિણામમાં મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓ ગુજરાતમાં પ્રથમ

વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું. સતત.....અવિરત.....કાયમી... શ્રેષ્ઠ પરિણામનો પર્યાય બની ચૂકેલી ઝાલાવાડની શૈક્ષણિક નગરી મહર્ષિ ગુરુકુળ હળવદના વિદ્યાર્થી *વિરૂગામા મિત અનિરુદ્ધભાઈએ કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ એમ ત્રણેય વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં સાયન્સ મેરીટ માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.ધોરણ 12 કોમર્સમાં સોંડાગર તૃષા રમેશભાઈએ *99.99 પર્સન્ટાઇલ રેન્ક મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આજે દિનાંક 8 મે ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામમાં મહર્ષિ ગુરુકુળ અગ્રેસર રહ્યું. ઝાલાવાડની શૈક્ષણિક નગરી તરીકે ખ્યાતનામ *મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી મહર્ષિ ગુરુકુળ નું ગૌરવ વધાર્યું છે. સામાન્ય6 પ્રવાહમાં 12 કોમર્સમાં *11 વિદ્યાર્થીઓએ A1ગ્રેડ તેમજ *45 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લામાં ગુરુકુળની શ્રેષ્ઠતા સાબિત કરી છે . 50 કરતાં વધુ વિદ્યાર્થીઓએ કોમર્સમાં 90 કરતાં વધારે પર્સન્ટાઇલ રેન્ક મેળવી મહર્ષિ ગુરુકુળની ઉચ્ચ પરિણામની પરંપરાને આગળ ધપાવી છે.
મહર્ષિ ગુરુકુળના સાયન્સના 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 46 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં મહર્ષિ ગુરુકુળનું ગૌરવ વધાર્યું છે. મોરબી જિલ્લામાં કુલ 30 A1 ગ્રેડ છે તેમાં એકલા મહર્ષિ ગુરુકુળ ના જ 10 A1 ગ્રેડ પ્રાપ્ત થયા છે. આમ, વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના સમગ્ર પરિણામમાં માત્ર તાલુકા, જિલ્લા નહીં પણ ગુજરાતમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી શિક્ષણની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
આટલું ઉચ્ચ પરિણામ મેળવવા બદલ મહર્ષિ ગુરુકુળ હળવદના મેનેજિંગ ડિજેક્ટર રજનીભાઈ સંઘાણીએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ટીમને ખુબ ખુબ અભિનંદન સાથે આગળના વર્ષોમાં હજુ વધારે પરિણામ મેળવવા શુભેચ્છા પાઠવી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.