પતિએ મિત્ર અને ભાણેજો સાથે મળી પત્ની પર દુષ્કર્મ આચર્યું : ગુપ્ત ભાગે બાઈકની ચાવી ઘુસાડી - At This Time

પતિએ મિત્ર અને ભાણેજો સાથે મળી પત્ની પર દુષ્કર્મ આચર્યું : ગુપ્ત ભાગે બાઈકની ચાવી ઘુસાડી


રાજકોટના મવડી વિસ્તારમાંથી ચકચાર મચાવતી ઘટના સામે આવી છે જેમાં પતિએ પોતાના મિત્ર અને બે ભાણેજ સાથે મળી પોતાની જ પત્ની પર ગેંગ રેપ ગુજાર્યો હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે, આશરે ત્રણેક માસથી પતિ આ શખ્સો સાથે મળી પત્નીને શેટી સાથે બાંધી સીતમ ગુજારતો હતો ઉપરાંત ગુપ્ત ભાગે બાઈકની ચાવી ઘુસાડી દેતા પત્નીએ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત જયારે ગેંગ રેપ થતું ત્યારે પતિ આ ઘટનાનો વિડીયો ઉતારતો અને આ વિડીયો બતાવી પત્ની બ્લેકમેઈલ કરતો હતો.
આ બનાવની પોલીસ સુત્રો અને ભોગબનનારના પરિવાર જનો તરફથી મળતી વિગત મુજબ મવડીગામના બાપાસીતારામ ચોક નજીક એક વાસમાં રહેતી 22 વર્ષીય પરણિતાને આજે સવારે સિવીલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવેલ જયાં પરણિતાના ગુપ્ત ભાગે ઈજા હોવાથી તેને જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક નિવેદનમાં તેણીએ જણાવ્યું હતું કે, ગઈ કાલે તા.8-5ના રોજ બપોરે 1.30 વાગ્યા આસપાસ તે પોતાના ઘરે હતી ત્યારે તેનો પતિ તેના મિત્રો અને બે ભાણેજ સાથે આવ્યો હતો અને આ ચારયે મળી બળજબરી કરી શરીર સંબંધ બાંધ્યો હતો અને ગુપ્તભાગમાં પતિએ બાઈકની ચાવી ઘુસાડી હતી ઉપરાંત પટ્ટાં અને પાઈપથી મારમાર્યો હતો. જે પછી તબીયત લથડતા આજે તેણી જનાના હોસ્પિટલમાં દાખલ થઈ હતી.
બનાવની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને નિવેદન નોંધી ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે ભોગ બનનારના માતાએ જણાવ્યું હતું કે તેઓ મુળ જૂનાગઢના વતની છે. તેની 22 વર્ષીય દિકરીએ પ્રથમ તેની નંણદના દિકરા સાથે લગ્ન કર્યા હતા.જયાથી છુટુ થયા બાદ તેની દિકરીએ મવડીના યુવક સાથે લગ્ન કર્યા હતાં.
જો કે દિકરીના પતિએ દારૂનો વ્યવસાય હોય જેથી દિકરીના માવતર પક્ષના કોઈ સભ્યો તેને બોલાવતા કે સંબંધ રાખતા ન હતા.જો કે અઠવાડિયા પહેલા ભોગ બનનાર પરિણીતાએ તેની માતાને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તેનો પતિ તેને ખુબ મારમારે છે.આ પછી ગઈ કાલે ફરી ભોગ બનનારને તેની માતાને ફોન કરી જણાવ્યું હતું કે તેનો પતિ તેનો ભાણેજ અને એક મિત્ર એમ ચાર લોકોએ બપોરના સમય ઘરે આવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
માતા ના જણાવ્યા મુજબ દિકરીને તેનો પતિ ખુબ ત્રાસ આપતો હતો અને અવાર-નવાર પટ્ટાઅને પાઈપથી મારમારતો હતો. ત્રણેક મહિનાથી પતિનો મિત્ર અને ભાણેજ આવતા પતિ દુષ્કર્મ વિડીયો ઉતારી બ્લેકમેઈલ કરતો ઉપરાંત દિકરીને નિર્વસ્ત્ર કરી મારમારતા શરીરએ ચાંભા પડી ગયા હતાં. માતા તુરંત જાણ થતા રાજકોટ દોડી આવ્યા હતાં.
પ્રથમ ભોગ બનનાર તાલુકા પોલીસ સ્ટેશન ગયા હતાં. ત્યાંથી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલએ દાખલ કરવામાં આવેલ આઅંગે તાલુકા પોલીસના પીએસઆઈ ત્રાજીયાએ યુવતી નિવેદન નોંધી ફરિયાદ દાખલ કરવા તજવીજ કરી હતી.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી પતિ બુટલેગર છે. અને ગુનાહીત પ્રવૃતિ સાથે જોડાયેલ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.