હળવદ વિવેકાનંદ એકેડેમી સાયન્સ ના બાળકો દ્રારા ૧૦૦૮ બાળકોને હાથમાં દિવડા પ્રગટાવીને ભગવાન શ્રીરામની આકૃતિ દશ્ય તૈયાર કર્યુ હતું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/degcgjqxbmj42f7c/" left="-10"]

હળવદ વિવેકાનંદ એકેડેમી સાયન્સ ના બાળકો દ્રારા ૧૦૦૮ બાળકોને હાથમાં દિવડા પ્રગટાવીને ભગવાન શ્રીરામની આકૃતિ દશ્ય તૈયાર કર્યુ હતું


22 જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રીરામને પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ રામભક્તિના રંગે રંગાઈ ગયો છે ત્યારે વિવેકાનંદ સાયન્સ એકેડેમી ના 1008 બાળકોને હાથમાં દીવા પ્રગટાવીને ભગવાન શ્રીરામની આકૃતિ તૈયાર કરવામાં આવી હતી. તેમજ ભગવાન શ્રીરામની કૃતિ ભક્તિ દ્વારા આરાધના કરવામાં આવી હતી. આ પ્રસંગે હળવદના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો 1000 ફૂટની ઊંચાઈથી દેખાઈ રહેલી રામ ભગવાનની પ્રતિમા માં બાળકોને ભગવાન શ્રીરામનાં આકારમાં બેસાડીને વિવેકાનંદ એકેડેમી દ્વારા ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રતિકૃતિ શ્રી રામના અયોધ્યા ખાતે થવા જઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત વિવેકાનંદ સાયન્સ એકેડેમી ના મેનેજિંગ ડાયરેક્ટર ફેફર સાહેબ નાં માર્ગદર્શન હેઠળ કેમ્પસ ડાયરેક્ટર મહેન્દ્રસિંહ પઢિયાર દ્વારા 15 મી ઓગસ્ટે ભારતના નકશો માનવ સાંકળ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો . હનુમાન જયંતિએ સાળંગપુર મુકામે હનુમાનજીની 108 ફૂટ મોટી રંગોળી પણ બનાવવામાં આવી હતી મંદિરમાં મહાશિવરાત્રીના પાવન પર્વ ભગવાન શિવની મોટી રંગોળી તૈયાર કરવામાં આવેલી હતી વિવેકાનંદ સાયન્સ એકેડેમીમાં આધ્યાત્મિકતા અને શિક્ષણનો શુભગ સમન્વય જોવા મળે છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]