જસદણમાં દિવાળી ટાણે જ પીએસઆઈએ મેઈનબજારના વેપારીઓ સાથે માથાકૂટ કરતા વેપારીઓના ટોળા એકઠા થયા, ચેમ્બર્સના પ્રમુખની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો. - At This Time

જસદણમાં દિવાળી ટાણે જ પીએસઆઈએ મેઈનબજારના વેપારીઓ સાથે માથાકૂટ કરતા વેપારીઓના ટોળા એકઠા થયા, ચેમ્બર્સના પ્રમુખની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો.


જસદણમાં દિવાળી ટાણે જ પીએસઆઈએ મેઈનબજારના વેપારીઓ સાથે માથાકૂટ કરતા વેપારીઓના ટોળા એકઠા થયા, ચેમ્બર્સના પ્રમુખની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો.

એકબાજુ દિવાળીનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે અને ધીમે-ધીમે ગ્રાહકોની બજારમાં ખરીદી પણ નીકળવા લાગી છે. ત્યારે જસદણની મેઈન બજારમાં ફટાકડા સહિતનો વેપાર કરતા વેપારીઓ સાથે નવનિયુક્ત પીએસઆઈ એસ.એમ.રાદડીયા સહિતના સ્ટાફે પોલીસવાન સાથે ખાખી વર્દીનો રોફ જમાવવા માટે ગેરવર્તન કરતા મામલો બીચકયો હતો અને મેઈન બજારમાં જ વેપારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવના પગલે જસદણની મેઈન બજારમાં ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. કલાકો સુધી વેપારીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થતા જસદણ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ સહિતના આગેવાનો તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને હાજર પોલીસ જવાનો સાથે સમજાવટ કરતા મામલો થાળે પડ્યો હતો. આ બનાવમાં જસદણ પોલીસની દાદાગીરીને લઈને સ્થાનિક વેપારીઓમાં પણ ભારે નારાજગી ઉઠવા પામી હતી. આ તકે જસદણની મેઈન બજારમાં ફટાકડાનો વેપાર કરતા વેપારીઓએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, જસદણમાં વેપારીઓ પાસે ફટાકડા વહેંચવાના લાયસન્સ હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા દર વર્ષે ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. છતાં સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ અંગે કોઈ પગલા ભરતા ન હોવાથી સ્થાનિક વેપારીઓમાં ભારે નારાજગી ઉઠવા પામી છે.
નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.