જસદણમાં ધારાસભ્યની અધ્યક્ષતામાં પ્રજાપતિ સમાજનું સ્નેહમિલન યોજાયું. - At This Time

જસદણમાં ધારાસભ્યની અધ્યક્ષતામાં પ્રજાપતિ સમાજનું સ્નેહમિલન યોજાયું.


જસદણમાં ધારાસભ્યની અધ્યક્ષતામાં પ્રજાપતિ સમાજનું સ્નેહમિલન યોજાયું.

જસદણમાં પ્રજાપતિ સમાજનું સ્નેહ મિલન જસદણ-વિંછીયાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. જેમાં હિરૅનભાઇ સાકરીયા સુગરભાઇ હિરજીભાઇ બાવળીયા ધીરૂભાઇ હળવદીયા સહિત પ્રજાપતિ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જસદણ ઈંટ ઉત્પાદક એસોસિએશને પોતાના પડતર પ્રશ્નોની કુંવરજીભાઈ બાવળીયાને રજૂઆત કરવામાં આવી હતી. જેથી તેમના તમામ પ્રશ્નોનું નીરાકરણ કરી આપવાની કુંવરજીભાઈ બાવળીયાએ ખાતરી આપતા પ્રજાપતિ સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. આ તકે જસદણના પ્રજાપતિ સમાજે પણ આગામી સમયમાં તન મન ધનથી કુંવરજીભાઈ સાથે ખડેપગે ઉભા રહેવાની ખાતરી આપી હતી.
રીપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.