લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૧૬૩ કિ.રૂ.૭૧,૫૮૦/- ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કુલ કિં.રૂ.૩,૭૨,૫૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4gkscxgrgghcv1w4/" left="-10"]

લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૧૬૩ કિ.રૂ.૭૧,૫૮૦/- ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કુલ કિં.રૂ.૩,૭૨,૫૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.


લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૧૬૩ કિ.રૂ.૭૧,૫૮૦/- ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કુલ કિં.રૂ.૩,૭૨,૫૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ આજ રોજ તા.૨૦/૧૧/૨૦૨૩ નાં શરૂ રાત્રીના લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, એક કવોલીસ કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી ચાવંડ ગામથી અમરેલી તરફથી જવાની છે જે બાતમી આધારે લાઠી – ચાવંડ રોડ ઉપર વોચમાં રહી હકિકત વાળી કવોલીસ કારને કાર ચાલક સાથે પકડી પાડી, જે કારમાં જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવેલ, પકડાયેલ આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપી -
પાર્થ ભરતભાઈ ટાંક, ઉ.વ.૨૭, રહે.અમરેલી, માણેકપરા, શેરી નં. ૭, માધવધર્મ આશ્રમ પાસે, તા.જિ.અમરેલી,

પકડાયેલ મુદ્દામાલઃ-
ભારતીય બનાવટની વિદેશી દારૂની બેગ પાઇપર ડીલક્ષ વ્હીસ્કીની એક લીટરની બોટલો નંગ-૧૦૨ કિ.રૂ.૬૪,૨૬૦/- તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની ૮ પીએમ સોશ્યલ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ ૬૧ કિ.રૂ.૭,૩૨૦/- મળી કુલ બોટલ નંગ ૧૬૩ જેની કુલ કિં.રૂ.૭૧,૫૮૦/- તથા એક ટોયો કવાલીસ કાર રજી. નંબર જી.જે.૦૩.એ.બી.૫૦૭૭ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૫ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૭૨,૫૮૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. ભગવાનભાઇ ભીલ તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, નિકુલસિંહ રાઠોડ, રાહુલભાઇ ચાવડા, તથા પો. કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]