બોટાદ શહેરમાં જી.આઈ.ડી.સી.પાસે પાળીયાદ રોડ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી - At This Time

બોટાદ શહેરમાં જી.આઈ.ડી.સી.પાસે પાળીયાદ રોડ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી


બોટાદ શહેરમાં જી.આઈ.ડી.સી.પાસે પાળીયાદ રોડ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી

દેશને સ્વચ્છ,સુંદર અને રળીયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ગતિમાન છે.આ અભિયાન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.ત્યારે બોટાદ જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત લોકો ઉત્સાહપૂર્વક સહભાગી બની રહ્યા છે.બોટાદ શહેરમાં જી.આઈ.ડી.સી.પાસે પાળીયાદ રોડ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રોડ પાસે પ્લાસ્ટિકની કોથળીઓ તેમજ અન્ય કચરાને એકઠો કરી રસ્તાને સ્વચ્છ કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા અભિયાન અન્વયે વહીવટી તંત્ર સ્વચ્છતા રાખવા પૂરી કાળજી લઈ રહ્યું છે. ત્યારે આપણે સૌ નાગરિકોની પણ ફરજ છે કે વહીવટી તંત્રના પ્રયાસોને પ્રોત્સાહન આપીએ અને આપણી આસપાસ સ્વચ્છતા જાળવી રાખી કચરાનો યોગ્ય નિકાલ કરીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.