જામનગર તાલુકાના સિક્કા કારા-ભૂંગા વિસ્તારમાં બે જૂથ વચ્ચે તકરાર: સામસામી મારામારીમાં 4 વ્યક્તિને ઇજા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4-persons-injured-in-clashes-between-two-groups-in-sikka-kara-bhoonga-area-of-jamnagar/" left="-10"]

જામનગર તાલુકાના સિક્કા કારા-ભૂંગા વિસ્તારમાં બે જૂથ વચ્ચે તકરાર: સામસામી મારામારીમાં 4 વ્યક્તિને ઇજા


જામનગર તા,16 જુન 2022,ગુરૂવારજામનગર નજીક સિક્કામાં કારા-ભુંગા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી પછી બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને સામસામા લોખંડના પાઈપ ધોકા વડે હુમલામાં ચાર વ્યક્તિને ઈજા થઈ છે. જે મામલે બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.જામનગર તાલુકાના સિક્કામાં કારા-ભૂંગા વિસ્તારમાં રહેતા આસિફ કાસમભાઈ નામના પચીસ વર્ષના એક યુવાને મોટરસાઇકલ અથડાવવા જેવી બાબતમાં પોતાના ઉપર તેમજ પોતાની માતા ફરીદાબેન ઉપર લોખંડના સળિયા અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે કાસમ ઉર્ફે કાસલો સરફરાજ સુંભણીયા, આરીફ સુંભાણીયા અને આરીફ સામે ફરિયાદ નોંધાવી છે.જ્યારે સામાપક્ષે અસગર તાલબ હુંદડા નામના ૨૮ વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાની બહેન પર હુમલો કરવા અંગે ઇમરાન કાસમ સુંભણીયા, આસિફ કાસમ કુંભણીયા, અને જાવીદ કાસમ શુંભણીયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષે સામસામે હુમલા અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]