ગાદોઇ ગામ મા ટોલ ટેક્ષ બચાવવા ગૌચર મા બનાવેલ રસ્તો બંધ કરવાનો વિરોધ ,તંત્ર પણ ના પોહોંચ્યું... - At This Time

ગાદોઇ ગામ મા ટોલ ટેક્ષ બચાવવા ગૌચર મા બનાવેલ રસ્તો બંધ કરવાનો વિરોધ ,તંત્ર પણ ના પોહોંચ્યું…


વંથલી તાલુકાના ગાદોઇ ટોલ પ્લાઝા સંચાલકો અને ગામલોકો વચ્ચે વાહન ચાલકોને ગામમાંથી પસાર થવા ન દેવાં વારંવાર ઘર્ષણ ઉભું થઈ રહ્યું છે. એવી જ રીતે બુધવારના તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સહિતનું તંત્ર સ્મશાન નજીક બનાવાયેલો નવો રસ્તો બંધ કરાવવા ગામમાં પહોંચવાનું હતું જેની ગામલોકોને જાણ થતાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોના વિરોધ કરવા રસ્તાં પર ઉતરી આવ્યાં હતાં. પરંતુ બન્યું એવું કે તંત્ર કોઈ કારણસર ફરક્યું જ નહીં જેથી ગામલોકોએ હાશકારો અનુભવ્યો હતો.જો કે પોલીસ સમય પહેલા જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંદોબસ્ત જાળવ્યો હતો

રિપોર્ટ...
મોઈન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon