સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપ ઉમેદવારના સમર્થનમાં રાણપુર શહેર ખાતે મોદી પરિવાર સભા યોજાઈ, મોટી સંખ્યામાં લોકો જોડાયા તો ઉમેદવારે આપી પ્રતિક્રિયા. - At This Time

સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપ ઉમેદવારના સમર્થનમાં રાણપુર શહેર ખાતે મોદી પરિવાર સભા યોજાઈ, મોટી સંખ્યામાં લોકો જોડાયા તો ઉમેદવારે આપી પ્રતિક્રિયા.


9 સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે આવેલા માલધારી ચોક ખાતે મોદી પરિવાર સભા નું આયોજન કરાયું હતું જેમાં સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા જોડાયા હતા તો આ બેઠકમાં ધંધુકા મતવિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ વિધાનસભા બેઠકના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો અને આગેવાનો પણ જોડાયા હતા, આ બેઠકમાં મોટી સંખ્યામાં રાણપુર શહેરના મહિલાઓ સહિતના કાર્યકરો જોડાયા હતા અને ઉમેદવારનું ઢોલ નગારા સાથે સ્વાગત સન્માન કરી ભવ્ય બહુમતી સાથે મત આપવા સમર્થન કર્યું હતું તો ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મોદી સાહેબે ગુજરાત અને દેશભરમાં કરેલા વિકાસ કાર્યોથી લોકો ખુશ છે જેને લઈ મોટી સંખ્યામાં તેઓને ઉમેદવાર તરીકે જન સમર્થન મળી રહ્યું છે તો વિકાસના કામોને લઈ લોકો પાસે મત ની માંગ સાથે પ્રચાર કરી રહ્યા હોવાની આપી હતી પ્રતિક્રિયા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.