આજે 66 ટકા મતદાન થાય તો રાજકોટ ઈતિહાસ રચશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/33okmylkgt9ejtzu/" left="-10"]

આજે 66 ટકા મતદાન થાય તો રાજકોટ ઈતિહાસ રચશે


2017માં 66.16% મતદાન થયું’તું જો તેટલું જ મતદાન આજે થાય તો રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત 15 લાખથી વધુ મત પડશે

​​​​​​​રાજકોટ જિલ્લામાં 2007માં 51.16 ટકા, 2012માં 65.97 ટકા અને 2017માં 66.16 ટકા મતદાન થયું હતું

રાજકોટ જિલ્લાની 8 બેઠક માટે આજે નિર્ણાયક દિવસ છે, મતદાન શરૂ થઇ ગયું છે અને છેલ્લા 3 મહિનાથી ચાલતા રાજકીય સંઘર્ષને સાંજે 5 વાગ્યે વિરામ મળશે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષોએ માહોલ ગરમ કર્યો છે પણ સામાન્ય નાગરિકોમાં ગત વખત જેવો ઉત્સાહ જોવા મળ્યો નથી તેથી મતદાન કેવું થશે તે કોઇ કહી શકે નહિ પણ જો 2017 જેટલું જ મતદાન થશે તો પણ રાજકોટ જિલ્લામાં સૌથી વધુ મતનો રેકોર્ડ સર્જાશે અને પહેલાં કરતા 2.80 લાખ જેટલી જંગી સંખ્યામાં વધુ મતદારો નોંધાતા તે પણ વિક્રમ ગણાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]