બાલાસિનોર વિધાનસભા મતવિસ્તાર મા મતદારયાદી સુધારા ઝુંબેશ શરૂ કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/25qf49yhczqtf371/" left="-10"]

બાલાસિનોર વિધાનસભા મતવિસ્તાર મા મતદારયાદી સુધારા ઝુંબેશ શરૂ કરી


વિધાનસભાની મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરાઈ છે. અને બુથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે-ઘરે જઈને નવી મતદારયાદી તૈયાર કરવામાં આવી રહી છે.

આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રાંત અધિકારી આર.બી. ગામિતીના અધ્યક્ષ સ્થાને (મતદાર નોંધણી અધિકારી) ૧૨૧ બાલાસિનોર વિધાનસભા મત વિસ્તાર દ્રારા તમામ બુથ લેવલ ઓફીસરો, સુપરવાઈઝર્સ અને એઈઆરઓને આગામી મતદાન નોંધણી કાર્યક્રમ ૨૦૨૨ અન્વયે તાલીમ તથા માર્ગદર્શન અપાયું હતું. ત્યાર બાદ સુધારણા પુર્વેનીપ્રવૃત્તિઓ અંતર્ગત તમામ BLOને ફાળવાયેલા વિસ્તારના દરેક ધર ધરની મુલાકાત કરી (હાઉસ ટુ હાઉસ) તા. ૦૮/૦૭/૨૦૨૨થી ૨૨-૭-૨૦૨૨ દરમિયાન કરવામાં આવી રહેલ છે. ૧૨૧ બાલાસિનોર વિધાનસભા મતવિસ્તારના પ્રાંત અધિકારી અને એઈઆરઓ દ્રારા બાલાસિનોરના તમામ મતદારોને અપીલ કરી છે કે મતદાર યાદી સંદર્ભે BLO આપના ઘરે આવે તો પુરતો સહયોગ કરવો.
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ -

ખાસ ઝુંબેશના દિવસો :

૧. તા.૨૧.૦૮.૨૦૨૨ (રવિવાર)

૨. તા.૨૮.૦૮.૨૦૨૨ (રવિવાર) ૩. તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર)

૪. તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)

જે કોઈને નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય

નામમાં સુધારો કરાવવો હોય.

તે લોકો ને જાણ કરવી.

જરૂરી પુરાવા

1. આધાર કાર્ડ. ઝેરોક્ષ

2. શાળા ની L.C. ઝેરોક્ષ

3. ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ

4. પાસપોર્ટ ફોટો

ઉપરોક પુરાવા સાથે લઈ ને તમારા વિસ્તાર ની પ્રાથમિક શાળામાં જવું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]