ઢેબર રોડ પર ભૂવો પડતા સીટીબસ ફસાઈ, તમામ મુસાફરોને સહીસલામત બહાર કઢાયા - At This Time

ઢેબર રોડ પર ભૂવો પડતા સીટીબસ ફસાઈ, તમામ મુસાફરોને સહીસલામત બહાર કઢાયા


રાજકોટ શહેરના ઢેબર રોડ પર ભૂતખાના ચોકમાં મસમોટો ભૂવો પડવાની ઘટના બની છે. જેમાં સીટી બસ ફસાઈ ગઈ છે. ભૂવામાં સીટી બસનું અડધું ટાયર ફસાઈ ગયું હોવાની તમામ મુસાફરોને ઉતારી દેવા પડ્યા છે. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ઉપરાંત રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા સંતકબીર ચોક પાસે પણ ભૂવો પડ્યો છે. અચાનક જ ભૂવો પડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. લગભગ 20થી 25 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. વાહનચાલકો હાલ ભૂવાની બાજુમાંથી પસાર થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભૂવાની આસપાસની પોચી જમીન બેસી જાય તો જાનહાનિ કે માનહાનિ થવાની શક્યતા છે. પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે ભૂવો પૂરવાની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.