સોમવારે નવા ડે.મેયરની જાહેરાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/25hyds2cm6dmz27q/" left="-10"]

સોમવારે નવા ડે.મેયરની જાહેરાત


આગામી તા.20ના રોજ સોમવારે મહાપાલિકાની સામાન્ય સભા મળવાની છે જેમાં વર્તમાન ટર્મના બાકીના છ માસ માટે ડે.મેયરની નિમણુંક થવાની પૂરી શકયતા છે. અર્ધો ડઝન જેટલા મહિલા દાવેદારોના નામની ચર્ચા વચ્ચે સોમવારે સવારે પ્રદેશ ભાજપમાંથી નામનો ઇ-મેઇલ આવે તો બોર્ડમાં નિમણુંકની અરજન્ટ દરખાસ્ત મૂકવામાં આવશે તેવા નિર્દેશ મેયર ડો.પ્રદીપ ડવે આપ્યા છે. ભાજપ સંકલનમાં પ્રમુખ કવર ખોલશે. વોર્ડ નં.2ના કોર્પોરેટર ડો.દર્શિતાબેન શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાતા પાર્ટી ડે.મેયર પદેથી તેમનું રાજીનામુ લીધુ હતું.
વર્તમાન ટર્મની બાકીની છ માસની મુદત માટે આ જગ્યા ખાલી પડતા હવે નવા પદાધિકારીની નિમણુંક પણ છ માસ માટે કરવામાં આવશે. રાજકોટમાં મહિલા ડે.મેયરની જગ્યાએ ફરી મહિલા કોર્પોરેટર જ પદ સંભાળે તેવી વધુ શકયતા છે અને ચાર પુરૂષ અને એક મહિલા પદાધિકારીની વ્યવસ્થા ચાલુ રહી શકે છે. જોકે સોમવારે સવારે જ પેપર ખુલશે! જનરલ બોર્ડના એજન્ડા પર વાવડીમાં કબ્રસ્તાનની અગાઉથી પેન્ડીંગ રહેલી દરખાસ્ત, નામકરણ વગેરે પાંચ પ્રસ્તાવ સામેલ છે.
સૌ પહેલો પ્રશ્ન ભાજપના કોર્પોરેટર કેતન પટેલનો છે. તેઓએ રાજકોટની ટીપી સ્કીમની સંખ્યા, ચાલુ કામગીરીની વિગત પૂછી છે. તો શહેરમાં પીવાના પાણીના બોટલના ઉત્પાદકોની સંખ્યા, નોંધણી, છેલ્લા વર્ષમાં લેવામાં આવેલા નમુનાની વિગત પૂછી છે. આ સહિત 25 જેટલા પ્રશ્નો જુદા જુદા કોર્પોરેટરોએ પૂછયા છે. હોકર્સ ઝોન, ટેકસ, વ્યાજમાફી, ચાર્જીંગ સ્ટેશન, રોગચાળો, પાણી વિતરણ સહિતના પ્રશ્નો બોર્ડમાં મૂકવામાં આવ્યા છે. જેમાંથી એકાદ બે પ્રશ્નની ચર્ચા માંડ થશે. આ સિવાય જુદી જુદી પાંચ દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]