સા. કાં. ભાજપ ચૂંટણીની તૈયારીમાં ભાજપ એ જિલ્લામાં ચારે સીટ જીતવા સંકલ્પ કર્યો - At This Time

સા. કાં. ભાજપ ચૂંટણીની તૈયારીમાં ભાજપ એ જિલ્લામાં ચારે સીટ જીતવા સંકલ્પ કર્યો


ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા દ્વારા આજરોજ જિલ્લાના તમામ મંડલોના અપેક્ષિત હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારોની બેઠક જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં જિલ્લા વિસ્તારક દામોદરભાઈ અગ્રવાલ એ વિવિધ મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, પેજ સમિતિ, શક્તિ કેન્દ્રો ઉપર કેવી રીતે પરિણામ લક્ષી કામગીરી કરવાની તે વિશે વિસ્તૃત માહિતી આપી સૂચનો કર્યા હતા તેમજ પેજ સમિતિ દ્વારા તમામ કાર્યકર્તાઓને સાથે રાખી ઘર ઘર મતદારોનો સંપર્ક કરવા જણાવેલ. જિલ્લા પ્રમુખ જે. ડી. પટેલે પણ વિધાનસભાની ચૂંટણીને લક્ષ રાખી હોદ્દેદારોને સંબોધ્યા હતા અને જણાવેલ કે આ ચૂંટણીમાં આપણે આ વખતે ચારેય સીટો જીતીશું પરંતુ જંગી બહુમતીથી જીતી શું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, ભાજપ દ્વારા ગુજરાત સંકલ્પ પત્ર જાહેર કરતા તેની પણ વિગતો આપી હતી. જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડયાએ સંકલ્પ પત્રની વધુ વિગત આપતા જણાવેલ કે ઉમેદવારી પત્ર પાછો ખેંચવાના બીજા દિવસે તમામ વિધાનસભામાં જાહેરસભા થવાની છે તેના માટે શું કરવું તેની વિગતો આપી હતી, વિવિધ મોરચા દ્વારા દરેક બુથમાં ગ્રુપ બેઠકો કરવાની છે સંકલ્પ પત્ર માટે વિવિધ ક્ષેત્રો શિક્ષિત, પ્રધ્યાપક, વેપારી, ઉદ્યોગકારો, સી.એ., મહિલા મોરચા, યુવા મોરચા, તમામ સેલ વગેરે દ્વારા સૂચનો પ્રાપ્ત કરવા તે વિષય પર વાત કરી હતી આ પ્રસંગે જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, હિંમતનગર વિધાનસભાના વિસ્તારક ભરતભાઈ ગોંડલીયા સહિત મોટી સંખ્યામાં અપેક્ષિત હોદ્દેદારો હાજર રહેલ.

abidali bhura reporter


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.