સ્વર્ગવાસ શ્રી મુરુભાઈ શિડાના પુણ્ય સ્મૃતિ નિમિતે પરિવાર દ્વારા બ્લડ કેમ્પ નું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/j7d0xzdtyxdijj0k/" left="-10"]

સ્વર્ગવાસ શ્રી મુરુભાઈ શિડાના પુણ્ય સ્મૃતિ નિમિતે પરિવાર દ્વારા બ્લડ કેમ્પ નું આયોજન


નિસ્વાર્થ સેવાના ભેખધારી સીમર ગામના મુળુભાઈ સીડા ની પુણ્ય સ્મૃતિમાં તેમના પરિવાર દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મુરુભાઈ સીડા સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સીમર ગામે અવારનવાર બ્લડ કેમ્પનું આયોજન કરતા હોવાથી આજે તેમની ઉત્તરક્રિયા હોવાથી તેમના પરિવાર દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ બ્લડ કેમ્પમાં જામનગરની સરસ્વતી વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા બ્લડ લેવામાં આવેલ અને 70 બોટલ જેટલું રક્ત એકત્રિત થયેલ આજે આ રક્તદાન કેમ્પમાં કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા તેમજ જેસીઆઈના પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયા હાજર રહી મુળુ ભાઈ ને પુષ્પાંજલિ અર્પણ કરેલ અને મુરુભાઈ ના નિધનથી શોક વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના આપેલ આજે મુળુભાઈ સીડાની યાદમાં યુવકો તેમજ મહિલાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી મુળુ ભાઈ ની સ્મૃતિમાં રક્તદાન કરેલ નૂતન વર્ષના દિવસે વહેલી સવારે ચીર વિદાય થી સમગ્ર બરડા પંથક તેમજ ગુજરાતના મહાનગરો શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યુ છે
મુળુભાઈ સીડા સીમર ગામના લીરબાઈ સેવા સમિતિના પ્રમુખ પદે હતા અને ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ના વ્યસન મુક્તિ સમિતિના પ્રમુખ હતા તેઓશ્રી 65 વર્ષની ઉંમરે તેઓનું અવસાન થતાં ચારે બાજુ શોકનું મોજુ ફરી વળ્યુ છે મુળુ ભાઈએ તેમની અડધી જિંદગી લોકોના આયુર્વેદિક પદ્ધતિ અને દેશી દવા થી લોકોનો ઉપચાર કરી ખૂબ જ સેવા કરેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]