પોલીસ કમિશનર કચેરી નજીકથી 68 બોટલ દારૂ સાથે કાર રેઢી મળી આવી, વોર્ડનની વરવી ભૂમિકા

પોલીસ કમિશનર કચેરી નજીકથી 68 બોટલ દારૂ સાથે કાર રેઢી મળી આવી, વોર્ડનની વરવી ભૂમિકા


કરણ નામનો વોર્ડન કારનો ઉપયોગ કરતો’તો, દારૂ વોર્ડનનો કે પોલીસમેનનો?

શહેરમાં દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની વાત જગજાહેર છે, દારૂની હેરાફેરીમાં અગાઉ પોલીસ કર્મચારીઓની પણ વરવી ભૂમિકા બહાર આવી છે, છતાં પોલીસ અધિકારીઓ દારૂબંધીનું કડકાઇથી પાલન થતું હોવાના દાવા કરે છે, પરંતુ મંગળવારે સાંજે અધિકારીઓના આ દાવા હવામાં ઊડી ગયા હોય તેવો ઘાટ સર્જાયો હતો. પોલીસ કમિશનર કચેરી પાસે પાર્ક કરાયેલી નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી આઇ-20 કારમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી મળતાં પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ વસાવા સહિતની ટીમ દોડી ગઇ હતી, અને કારને ટોઇંગ કરી પોલીસ મથકે લઇ જવાઇ હતી, કારના દરવાજા ખોલતા જ અંદરથી 68 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »