30,000 બાઈક રાખી શકાય તેટલી પાર્કિંગની જગ્યા 1 વર્ષમાં મનપાએ ખુલી કરાવી ત્યાં દબાણ થયા, હવે ફરી ઝુંબેશ શરૂ - At This Time

30,000 બાઈક રાખી શકાય તેટલી પાર્કિંગની જગ્યા 1 વર્ષમાં મનપાએ ખુલી કરાવી ત્યાં દબાણ થયા, હવે ફરી ઝુંબેશ શરૂ


પાર્કિંગ-સફાઈ માટે તંત્ર ડ્રાઈવ કરી સંતોષ માને પણ થોડા જ સમયમાં સ્થિતિ જૈસે થે!

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં વન વીક વન રોડ ઝુંબેશ ફરી શરૂ કરી છે જેમાં દર સપ્તાહે ત્રણેય ઝોનમાં એક એક રાજમાર્ગ પર દબાણ હટાવ શાખા, ફૂડ શાખા, ટી.પી. શાખા, બાંધકામ શાખા, સોલિડ વેસ્ટ શાખા ચકાસણી કરે છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય રોડ પર દબાણ દૂર કરવા, પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવા અને સ્વચ્છતા જાળવવા છે પણ ગત વર્ષે પ્રથમવાર થયેલી આ ઝુંબેશ બાદ ફરીથી દબાણો ખડકાઈ જતા ફરી ઝુંબેશ હાથ ધરાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon