વિસાવદર ખાતે જન ઓષધી દિવસ નિમિતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0axjypwcnykbmoik/" left="-10"]

વિસાવદર ખાતે જન ઓષધી દિવસ નિમિતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.


વિસાવદર ખાતે જન ઓષધી દિવસ નિમિતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.
વિસાવદર ખાતે તારીખ 5/3/23ના રોજ ઓમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રધાન મંત્રી ભારતીય જન ઓષધી કેન્દ્ર વિસાવદર વૈદેહી ચેરિટેબલ ટ્રસ્ટ અને બેકબોન મેડિસિટી હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિસાવદર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિસાવદર તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામા લાભ લીધો હતો. ડોકટરો દ્વરા તપાસ કરવામાં આવી હતી.
આ કેમ્પમાં ડો. ઈલાબેન ચુડાસમા તથા ડો. રાજેશ મોરી અને ડો.વિવેક પટેલ તથા ડો.અંકુર પાચાણી તેમજ ડો. મિલન સેજલીયા વગેરે ડોકટરોએ પોતાની સેવાનો લાભ આપ્યો હતો. આ પ્રસંગે ભાસ્કરભાઈ જોશી,નરેન્દ્રભાઈ કોટીલા,પરસોત્તમભાઈ પદ્માણી,ગિજુભાઈ વિકમાં ભરત ભાઈ હિરપરા,સિદ્ધાર્થ હિરપરા, એ. જે. ગેગડા વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટેમેડિકલ ઓફિસર સરકારી હોસ્પિટલ રાજકોટ ડો. હર્ષદ દૂસરા સાહેબે આ કેમ્પનુ આયોજન કર્યું હતું સાથે આ આયોજનને સફળ બનાવવા સહઆયોજક શશિકાન્ત પી. પાણેરી તથા ઇલ્યાસભાઈ, ચંદ્રકાન્ત ભાઈ ખુહા તેમજ રમણીકભાઇ ગોહીલ તથા રમણિકભાઈ દુધાત્રા તથા શુરેશભાઈ તૈરીયા તેમજ અસ્વિનભાઈ વાઘેલા નેમિષ સોલંકી તેમજ સંચાલક જન ઓષધી કેન્દ્ર વિસાવદર કેતનભાઈ લીબસિયા તથા સહ સંચાલક ઉર્વશી લીબસિયા દ્વરા ભારે જહેમત ઉઠાવી હતી.આ તમામ કાર્યક્રમનુ સંચાલન લાયન્સ ક્લબ સેક્રેટરી રમણીકભાઈ ગોહિલે કર્યું હતું.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]