રાજસ્થાન ખાતે યોજાયેલી કિક્રેટમેચ સ્પર્ધામાં લુણાવાડા ઈન્ડિયન્સ ટીમે ઉજ્જૈનની ટીમને હરાવી ફાઈનલ મેચ જીતી - At This Time

રાજસ્થાન ખાતે યોજાયેલી કિક્રેટમેચ સ્પર્ધામાં લુણાવાડા ઈન્ડિયન્સ ટીમે ઉજ્જૈનની ટીમને હરાવી ફાઈનલ મેચ જીતી


મહિસાગર જીલ્લાના લુણાવાડાનગરની ક્રિકેટ ટીમે રાજસ્થાન ખાતે યોજાયેલી એક ક્રિકેટ સ્પર્ધામાં ફાઈનલ મેચ જીતીને જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે. વિજેતા થતા તેમને ટ્રોફી એનાયત કરવામા આવ્યા હતા.
રાજસ્થાનના કોથરી પ્રતાપગઢ ખાતે એક ક્રિકેટમેચ સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.જેમા મહિસાગર જીલ્લાના લુણાવાડા શહેરની ક્રિકેટ ટીમે કે જેમનુ નામ લુણાવાડા ઈન્ડ઼િયસ રાખવામા આવ્યુ હતુ તેમણે પણ ભાગ લીધો હતો. જેમા ફાઈનલ મેચ લુણાવાડા ઈન્ડિયસ અને ઉજ્જૈનની ટીમ વચ્ચે યોજાઈ હતી.જેમા ભારે રસાકસીવાળી મેચ જોવા મળી હતી.આખરે તેની વચ્ચે લુણાવાડા ઈન્ડિયન્સની ટીમે ઉજજૈનની ટીમને માત્ર બે રને હરાવી દીધુ હતુ. અને ફાઈનલ મેચ પર વિજય મેળવ્યો હતો.આ વિજેતા ટીમને ટ્રોફી આપવામા આવી હતી. લુણાવાડ઼ાની ટીમ વિજેતા થતા ચાહકો દ્વારા અભિનંદન પાઠવામા આવ્યા હતા.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon