મોટો ઝટકો/ એક મહિનામાં આ 5 મોટી બેંકોએ હોમ લોનના વ્યાજદર વધારી દીધા, ગ્રાહકોને લાગ્યો તગડો ઝટકો - At This Time

મોટો ઝટકો/ એક મહિનામાં આ 5 મોટી બેંકોએ હોમ લોનના વ્યાજદર વધારી દીધા, ગ્રાહકોને લાગ્યો તગડો ઝટકો


રિઝર્વ બેંકે જેવું પોતાના રેપો રેટ વધાર્યા, તમામ બેંકોએ હોમ લોનના દર પણ વધારી દીધા. મોંઘવારી કાબૂમાં કરવા માટે રિઝર્વ બેંકે હાલમાં જ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. આ હાલમાં વધારો ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યો હતો. આ અગાઉ રિઝર્વ બેંક 90 બેસિસ પોઈન્ટ સુધી રેપો રેટ વધારી ચુક્યુ હતું. આવી રીતે રેપો રેટમાં કુલ 140 બેસિસ પોઈન્ટ સુધીનો વધારો થઈ ચુક્યો છે. તેની સાથે જ સરકારી અને પ્રાઈવેટ બેંકોએ પણ પોતાના હોમ લોનના દર વધારી દીધા છે. છેલ્લા એક મહિનામાં દેશની પાંચ મોટી બેંકોએ પોતાના વ્યાજદરમાં વધારો કર્યો છે. આ બેંકોમાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક અને પીએનબીનો સમાવેશ થાય છે.

સ્ટેટ બેંક ઓફ ઈંડિયા

ભારતીય સ્ટેટ બેંકે એક્સટર્નલ બેંચમાર્ક આધારિત લેંડિંગ રેટમાં વધારો કર્યો છે. જેના નવા દર 15 ઓગસ્ટ 2022થી લાગૂ થાય છે. એસબીઆઈનું નવું લેંડિંગ રેટ 8.05 ટકા થઈ ગયું છે. પહેલા આ દર 7.555 ટકા હતો. ઈબીએલઆરમાં રેપો રેટ અને ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ જોડાયેલું હતું. આ પ્રિમિયમ આપના ક્રેડિટ સ્કોર પર નિર્ભર કરે છે. એસબીઆઈના રેપો રેટ લિંક઼્ડ લેડિંગ રેટને 7.15 ટકાથી વધારીને 7.65 ટકા કરી દીધું છે.

આઈસીઆઈસીઆઈ બેંક

આઈસીઆઈસીઆઈ બેંકના જણાવ્યા અનુસાર, રિઝર્વ બેંકના નવા રેપો રેટ 5 ઓગસ્ટ 2022થી 5.40 ટકા પર પહોંચી ગયું છે. આરબીઆઈના રેપો રેટ પર જ આઈસીઆઈસીઆઈ બેંકનું એક્સટર્નલ બેંચમાર્ક લેંડિંગ રેટ નિર્ભર કરે છે. તેના આધાર પર આ બેંકે 5 ઓગસ્ટથી પોતાના ઈબીએલઆર 9.10 ટકા કરી દીધું છે.

બેંક ઓફ બરોડા

બરોડ રેપો લિંક્ડ લેંડિંગ રેટ વધારી દીધું છે. બેંક ઓફ બરોડાના રેપો લિંક્ડ લેંડિંગ રેટ 6 ઓગસ્ટ 2022થી લાગૂ છે. રિટેલ લોન પર 7.95 ટકાના દરથી વ્યાજ લેવામાં આવી રહ્યું છે. બરોડા રેપો લિંક્ડ લેંડિંગ રેટમાં રેપો રેટ જે 5.40 ટકા અને માર્ક રેટ 2.55 ટકા જોડાયેલ છે.

કેનરા બેંક

કેનરા બેંકે રેપો રેટ લિંક્ડ લેંડિંગ રેટને 50 બેસિસ પોઈન્ટ સુધી વધારી દીધું છે. પહેલા આ દર 7.80 ટકા હતું, જેને વધારીને 8.30 ટકા કરી દીધું છે. નવા દર 7 ઓગસ્ટ 2022થી લાગૂ છે.

પંજાબ નેશનલ બેંક

પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબીના રેપો રેટ, એક્સટર્નલ બેંચમાર્ક લિંક્ડ લેંડિંગ રેટને વધારીને 7.90 ટકા કરી દીધું છે. પીએનબીએ કહ્યું કે, રેપો રેટમાં વધારા બાદ પંજાબ નેશનલ બેંકે લેંડિંગ રેટમાં સંશોધન કરતા તેને 7.40 ટકાથી વધારીને 7.90 ટકા કરી દીધું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.