ભેસાણના પસવાળા ગામના સરપંચે દારૂબંધી કરાવતા બુટલેગર દ્વારા પાઇપ વડે હુમલો - At This Time

ભેસાણના પસવાળા ગામના સરપંચે દારૂબંધી કરાવતા બુટલેગર દ્વારા પાઇપ વડે હુમલો


જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પસવાડા ગામના સરપંચે ગામમાં દારૂબંધી કરાવતા તેમના પર ગત રાત્રે એક ઇસમે લોખંડના પાઇપ વડે હુમલો કર્યાની જ્યારે સામા પક્ષે પણ માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે ભેસાણ તાલુકાના પસવાડા ગામના સરપંચ જયસિંહ નાગજીભાઈ ભાટી એ ગામમાં ત્રણેક માસ પહેલા ઢોલ પીટાવીને ગામમાં દારૂ પીવો નહીં કે વેચવો નહીં તેવી જાહેરાત કરાવીને ગામમાં દારૂબંધી ની કડક અમલવારી કરાવવા પગલાં લીધા હતા ત્યારે આ બાબતનું મન દુઃખ રાખીને ગત રાત્રે તેઓ ગામમાં રામજી મંદિર પાસે પસાર થતા હતા ત્યારે પાછળથી તેમના પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજાઓ કરવા કરતા તેમને સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા સરપંચે જણાવ્યું હતું કે તેઓએ ગામમાં દારૂ મામલે એક બે વખત પોલીસને જાણ કરી દારૂ વેચનારાઓને પકડાવી દેતા તેમના પર હુમલો કરાવવામાં આવ્યો છે ભેસાણ પીએસઆઇ કે એમ ગઢવીએ જણાવ્યું હતું કે આ મામલે સામસામે ફરિયાદ લેવામાં આવી છે જેમાં સરપંચ સામે પણ બેસવા મામલે માર મારી હુમલો કર્યાની ફરિયાદ ભેસાણ પોલીસમાં નોંધાણી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.