ભારતે UNમાં ફરી કરી પાકિસ્તાનની ટીકા, કહ્યું- અમારા વિરૂદ્ધ પ્રોપેગેન્ડા ફેલાવવા માટે OICનો કરી રહ્યું છે દુરુપયોગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%ab%87-un%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ab%e0%aa%b0%e0%ab%80-%e0%aa%95%e0%aa%b0%e0%ab%80-%e0%aa%aa%e0%aa%be%e0%aa%95%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4/" left="-10"]

ભારતે UNમાં ફરી કરી પાકિસ્તાનની ટીકા, કહ્યું- અમારા વિરૂદ્ધ પ્રોપેગેન્ડા ફેલાવવા માટે OICનો કરી રહ્યું છે દુરુપયોગ


સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં ભારતના પ્રથમ સચિવ પવન બાધેએ જિનીવામાં માનવાધિકારના પ્રચાર અને સંરક્ષણને લઈને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે પાકિસ્તાન પાસે પોતાના લોકોના માનવાધિકારના સંવર્ધન અને સંરક્ષણ અંગે એક ખરાબ રેકોર્ડ છે. પાકિસ્તાનના લઘુમતી માટે ધર્મ અથવા આસ્થાની સ્વતંત્રતાના અધિકારને સુનિશ્ચિત કરવામાં સૌથી ખરાબ રેકોર્ડમાંથી એક છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારત વિરુદ્ધ પ્રોપેગેન્ડા ફેલાવવા માટે આ પ્રતિષ્ઠિત કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલા મંચનો ફરીથી દુરુપયોગ કર્યો છે.

પાકિસ્તાનના દુષ્પ્રચારને રોકવામાં નિષ્ફળ રહ્યા ઇસ્લામિક દેશો

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ પવન બાધેએ વધુમાં જણાવ્યું હતું કે અમે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કાઉન્સિલ (OIC)ના નિવેદનમાં ભારતના તથ્યપૂર્ણ રીતે ખોટા અને અયોગ્ય સંદર્ભોનો અસ્વીકાર કરીએ છીએ. તેમણે કહ્યું, 'અમને ખેદ છે કે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કાઉન્સિલના સભ્ય દેશો પાકિસ્તાનને ભારત વિરોધી પ્રચાર માટે OIC પ્લેટફોર્મને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.' તેમણે એમ પણ કહ્યું કે જો કે OICના સભ્ય દેશો સાથે અમારા ગાઢ સંબંધો છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે આતંકવાદીઓને આપે છે આશ્રય

જિનીવામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ પવન બાધેએ કહ્યું કે મારું પ્રતિનિધિમંડળ પાયાવિહોણા નિવેદનોને નકારી કાઢે છે. તેઓ અમારી પ્રતિક્રિયાને લાયક નથી. તેમણે કહ્યું કે ભૂતકાળમાં પાકિસ્તાનમાં ટોચનું નેતૃત્વ અફઘાનિસ્તાન અને ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા માટે આતંકવાદી જૂથોને બનાવવા અને તેમને તાલીમ આપવા માટે ખુલ્લેઆમ આશ્રય આપી રહ્યું છે. ભારતના લોકોના માનવાધિકાર વિરુદ્ધ પાકિસ્તાનનું આ દુ:સાહસ વધુ ખતરનાક છે.

આતંકવાદને નાબૂદ કરવા પાકિસ્તાન પર દબાણ કરે ઈસ્લામિક દેશો

પવન બાધેએ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની વધુ ટીકા કરતાં કહ્યું કે અમે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કાઉન્સિલ અને તેના સભ્ય ઇસ્લામિક દેશોને વિનંતી કરીએ છીએ કે પાકિસ્તાનને સરકાર પ્રાયોજિત આતંકવાદને ખતમ કરવા અને તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં આતંકવાદી માળખાને ખતમ કરવા માટે ભરોસાપાત્ર પગલું ભરવાનું દબાણ કરે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો તેના લોકોના માનવાધિકારના સંવર્ધન અને સંરક્ષણ અંગેનો એક ખરાબ રેકોર્ડ છે. તેના લઘુમતીઓ માટે ધર્મ અથવા આસ્થાની સ્વતંત્રતાના અધિકારને સુનિશ્ચિત કરવામાં પાકિસ્તાનનો સૌથી ખરાબ રેકોર્ડ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]