મહિસાગર : સંતરામપુર તાલુકામાં નવીન ૧૦ એસ.ટી બસોની ફાળવળી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zvudtd32m6vflvgw/" left="-10"]

મહિસાગર : સંતરામપુર તાલુકામાં નવીન ૧૦ એસ.ટી બસોની ફાળવળી કરવામાં આવી


સંતરામપુર તાલુકામાં નવીન ૧૦ એસ.ટી બસોની ફાળવળી કરવામાં આવી

લોક સેવામાં G.S.R.T.C ની બસોનું લોકાર્પણ કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર ના વરદ હસ્તે કરવામાં આવ્યું.

પ્રજા આરામદાયક અને આધુનિક સુવિધાઓથી સજ્જ બસોમાં મુસાફરી કરે એવી સેવાનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબદ્ધ છે.
મુસાફરો આનંદદાયક અને સલામત રીતે મુસાફરી કરી શકે તેવા શુભ આશયથી ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મારા મતક્ષેત્ર સંતરામપુર તાલુકામાં નવીન ૧૦ એસ.ટી બસોની ફાળવળી કરવામાં આવી, જેના ભાગરૂપે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર દ્વારા સંતરામપુર ડેપો ખાતે નવીન બસો ને લીલી ઝંડી આપી પ્રજાની સેવામાં સમર્પિત કરી.
આ નવીન બસો સંતરામપુર થી ફતેપુરા, ગાંધીનગર, લીમડી, અમદાવાદ રાણીપ, પીતોલ, રિલાયન્સ નગર, પીટોલ બાટવા, સંજેલી, ગઢસીસા અને સુરત ના રૂટ પર નિરંતર સેવા આપશે અને આ વિસ્તારના લોકોના રોજિંદા પરિવહન ને સરળ અને સુલભ બનાવશે.
આ નવીન બસો ધોરણ- ૧ અને ૧૨ તથા કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા તથા કોલેજમાં અવર-જવર માં આશીર્વાદરૂપ બની રહેશે.
આ કાર્યક્રમમાં વિવિધ હોદ્દેદારો અને એસ.ટી વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]