ભૈરુંડા ની આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રો. મનોજભાઈ એ પ્રેરણાત્મક પ્રવચન કર્યા. - At This Time

ભૈરુંડા ની આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રો. મનોજભાઈ એ પ્રેરણાત્મક પ્રવચન કર્યા.


શ્રી એમ. એલ. ગાંધી સંચાલિત સર પી. ટી . સાયન્સ કૉલેજ, મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના અધ્યાપક ડૉ. મનોજભાઈ પ્રતાપભાઇ ગોંગીવાલા એ * પ્રજ્ઞા સાર્થક જીવનશ્ય સેતુ* "પંચ પ્રકલ્પ- ઉદયમ કોજન્ટ" ગવર્મેન્ટ એકમ ના ઉપક્રમે ભૈરુંડા ની આંગણવાડી અને ગવર્મેન્ટ પ્રાથમિક શાળામાં માં મોટીવેશનલ વ્યાખ્યાન અને સ્માર્ટ વ્યુ બોર્ડ ઉપર બાળ વાર્તાઓ, રામાયણ શ્રવણ પ્રસંગ તેમજ જરૂરી સૂચનો અને પ્રશ્નોત્તરી કરી, એમના તરફથી તમામ બાળકો ને ગલૂકો બિસ્કિટસ્ ના 300થી વધુ પાર્લેજી ના પેકેટ્સ નું વિતરણ કરવામાં આવ્યું. એમના જોડે મંડળના નિવૃત્ત સેવક શ્રી મંગળભાઈ પ્રજાપતિ હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો. શાળા માં ભારત માતા કી જય હો, જય જય ગરવી ગુજરાત, માત પિતા કી જય હો, ગુરુદેવો કી જય હો, ના જયકારા ગાયા.શાળા પરિવારના આચાર્ય શ્રી એ તથા સ્ટાફ પરિવારે આભાર વ્યક્ત કર્યો.માં અંબે નું પર્વ ચૈત્રી નવરાત્રિ ૨૦૨૩ થી શરૂ થયેલ આ સમર્પણ સેવા અત્યાર સુધી વિવિધ સંસ્થાઓ માં ૪૦૦ થી વધુ ચર્ચા સભા યોજી ને 21.25 લાખ જેટલા ગ્લુકો બિસ્કિટસ્ નું સમર્પણ સેવા કરી છે. સર્વે સંસ્થા ઓ, મિત્રો નો ડૉ. મનોજભાઈ આભાર વ્યક્ત કરે છે.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.