વહેલી સવારથી અવિરત ધીમીધારે વરસાદ, રસ્તાઓ પર પાણી વહ્યા, હિલ સ્ટેશન જેવો માહોલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zusnwddmwzt8bgtc/" left="-10"]

વહેલી સવારથી અવિરત ધીમીધારે વરસાદ, રસ્તાઓ પર પાણી વહ્યા, હિલ સ્ટેશન જેવો માહોલ


હવામાન વિભાગની આગાહી મુજબ આજે ફરી રાજકોટમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. સતત ધીમીધારે વરસાદ વરસતા સવારમાં કામ પર જતા લોકો પરેશાન બન્યા હતા. વરસાદથી રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આથી લોકોએ ફરજિયાત રેનકોટ પહેરવાની નોબત આવી છે. છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય બફારાથી કંટાળેલા લોકોએ આજે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમામાંથી રાહત અનુભવી રહ્યા છે. ધીમીધારે વરસાદથી હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]