કાળજીથી તહેવારો મનાવજો, કોરોનાની સંભવિત ચોથી લહેર આવી શકે, સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો ખતરા સમાન

કાળજીથી તહેવારો મનાવજો, કોરોનાની સંભવિત ચોથી લહેર આવી શકે, સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો ખતરા સમાન


કોરોનાની 3 લહેર બાદ ફરી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈ તબીબો ચોથી લહેરની નજરે જોઈ રહ્યા છે. તહેવારો નજીક આવતા સાથે જ કોરોના કેસમાં વધારો જોવા મળતા રાજકોટના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તબીબો સાથે વાતચીત કરી હતી. જેમાં તબીબોએ લોકોને વધતા જતા કેસને રેડ સિગ્નલ સમજી સાવચેતીપૂર્વક તહેવારો મનાવવા અપીલ કરી છે. સાતમ-આઠમના તહેવારો સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદ અને ઉત્સાહ ગણવામાં આવે છે. પરંતુ સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો કોરોનારૂપી ખતરો પણ સાબિત થઈ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »