રાજકોટમાં મકાનમાલિકે 2 વર્ષના પુત્રને દારૂ પિવડાવ્યાનો પિતાનો આક્ષેપ, બેભાન થતાં હોસ્પિટલે ખસેડાયો, મેડિકલ રિપોર્ટની રાહ

રાજકોટમાં મકાનમાલિકે 2 વર્ષના પુત્રને દારૂ પિવડાવ્યાનો પિતાનો આક્ષેપ, બેભાન થતાં હોસ્પિટલે ખસેડાયો, મેડિકલ રિપોર્ટની રાહ

રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. મીરા ઉદ્યોગનગરમાં મકાનમાલિકે ભાડૂઆત યાસીન સૈયદના બે વર્ષના પુત્રને દારૂ પિવડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બે વર્ષના બાળકને દારૂ પિવડાવતાં તે બેભાન થઈ જતાં તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે બાળકનો મેડિકલ રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. હજુ પણ બાળક સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »