બોટાદના એક વ્યક્તિ સાથે રૂ.4.80 લાખની ઓનલાઇન છેતરપિંડી થતા બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે રૂ.4.46 લાખ પરત અપાવ્યા - At This Time

બોટાદના એક વ્યક્તિ સાથે રૂ.4.80 લાખની ઓનલાઇન છેતરપિંડી થતા બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે રૂ.4.46 લાખ પરત અપાવ્યા


આજકાલ એટીએમ ફોડ ,લોન લોટરી ફોડ, નોકરી અપાવવાના બહાને ફોડ શોપીંગ ફોડ ફેસબુક એડ પરથી ફોડ સહિતનાં સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે બોટાદ શહેરમાં રહેતા એક વ્યક્તિ રૂપિયા 4.48 લાખ ઓનલાઇન ફોડનો ભોગ બનેલ જેથી બોટાદ સાઈબર ક્રાઇમ મા ફરીયાદ નોંધાવતા બોટાદ સાઇબર ક્રાઇમ રૂપિયા 4.46 લાખ ભોગબનનારને પરત અપાવ્યા બોટાદ જિલ્લા માં ઓનલાઇન ફોડના કિસ્સાનુ પ્રમાણ વધી રહ્યું છે લોકો લોભ અને લાલચમાં આવી ઓનલાઇન ફોડ નો ભોગ બને છે ત્યારે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકો ઓનલાઇન ફોડનો ભોગ ન બને તે માટે જાગૃત કરાઇ રહ્યા છે તેમ છતાં લોકો લોભ લાલચમાં આવી ઓનલાઇન ફોડ નો શિકાર બનતા હોય છે બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ માં રહેતા દિગતકુમાર ગુણવંતરાય ધોળકિયા જેઓની સાથે રૂપિયા 4 લાખ 80 હજાર રૂપિયા નું ઓનલાઈન ફોડ થયેલ જેથી ભોગબનનારને બોટાદ સાઇબર ક્રાઇમ નો સંપર્ક કરીને સાઇબર ક્રાઇમને અરજી આપેલ બોટાદ સાઇબર ક્રાઇમના પી આઈ એમ.જી સોલંકી અને તેમની ટીમે અરજીના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી બોટાદ સાઇબર ક્રાઇમ પોલીસે સતર્કતા દાખવી ઓનલાઇન ફોડ થયેલ રકમનો બેન્ડ રીપોર્ટ કરીને ફોડમા ગયેલા રૂપિયાનો નામદાર કોર્ટે મારફતે નાણાં પરતનો ઓર્ડર કરાવીને બેન્ડ ને રીપોર્ટ કરેલ અને ઓનલાઇન ફોડમા ગયેલા રૂપિયા 4,46,181 રૂપિયા ભોગ બનનાર વ્યક્તિને પરત મેળવી આપતા ઓનલાઇન ફોડનો ભોગબનનાર વ્યક્તિએ રાહતનો શ્વાસ લીધો હતો અને બોટાદ સાઇબર ક્રાઇમ પોલીસની કામગીરી બિરદાવી હતી આમ બોટાદ સાઇબર ક્રાઇમ પી આઈ અને તેમની ટીમની સતર્કતાથી ઓનલાઇન ફોડ થયેલા રૂપિયા ભોગબનનારને પરત મળ્યા છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.