ધંધુકા રેલ્વે ઓવરબ્રીજના કામ માટે રેલ્વે તંત્રની આડોડાઈ.

ધંધુકા રેલ્વે ઓવરબ્રીજના કામ માટે રેલ્વે તંત્રની આડોડાઈ.


અમદાવાદ જિલ્લાના ધંધુકા રેલ્વે ઓવરબ્રીજના કામ માટે રેલ્વે તંત્રની આડોડાઈ.

બ્રીજના એપ્રોચનું કામ ૯૦ ટકા પૂર્ણ થયું છે ત્યારે રેલ્વે તંત્રની ભાવનગર બોટાદ બોમ્બે અને લખનઉ ના એન્જિનિયરો કામ કરવા માટે મંજૂરી ન આપી રાજ્ય સરકારને ખો રમાડે છે સાંસદ અને ધારાસભ્યની રજૂઆતની પણ અવગના કરે છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ધંધુકા અમદાવાદ ધોરીમાર્ગ ઉપર રેલ્વે ઓવરબ્રિજનું કામ સને ૨૦૧૭ થી નિર્માણાધિન કરવામાં આવ્યું છે સદરહુ બ્રિજના એપ્રોચ નું કામ ૯૦ ટકા પૂર્ણ કરવામાં આવ્યું છે ત્યારે રેલ્વે તંત્ર દ્વારા રાજ્ય સરકારને ખો રમાડે છે જેના કારણે બ્રિજનું કામ વિલંબમાં પડ્યું હોવાના અહેવાલો મળ્યા છે.

પ્રાપ્ત સૂત્રો પાસેથી માહિતી મળતી સઘળી માહિતી મુજબ બોટાદ ધંધુકા અમદાવાદ બ્રોડગેજ રેલ્વે ટ્રેક ઉપર ધંધુકાના પાદરમાં રેલ્વે (આર ઓ બી) રેલ્વે ઓવરબ્રિજનો કામ સને ૨૦૧૭ થી નિર્માણાધિન થયું છે જે બ્રિજના એપ્રોચ નું ૯૦% કામ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હોવાના આધારભૂત અહેવાલો મળે છે રેલ્વે પોરસની અંદર ગડરનું કામ પ્રગતિમાં હોવાનું તેમજ યાર્ડ ઉપર ગડર બનાવવાનો લોખંડ પ્રગતિમાં છે રેલ્વે ટ્રેક ઉપર બ્રિજ બનાવવાના નાના નાના ગડરો સ્થળ ઉપર આવી ગયા છે જે ગડરોને લોન્ચિંગ કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે તેવો સૂત્રોએ જણાવ્યું હતું.

જ્યારે મોટા ગડર માટે રેલ્વે વિભાગની અલગ અલગ ટીમો ની મંજૂરી લેવાની રહે છે જે માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષથી મંજૂરી માટેની કાર્યવાહી પત્ર વ્યવહાર શરૂ છે અને મંજૂરી માટે રાજ્ય સરકાર દ્વારા ફોલોપ કરવામાં આવે છે જે માટે બોમ્બે બોટાદ ભાવનગર અને લખનઉ ની રેલ્વે વિભાગની ટીમો સાથે સતત સંકલન રાખી કામગીરી કરવાની થાય છે રેલ્વે ઓવરબ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા રેલ્વે વિભાગની મંજૂરી માટે ટોચ અગ્રતા આપવામાં આવી છે જેની મંજૂરી ઝડપથી આપવા માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ રેલ્વે તંત્ર સાથે સતત સંકલન માં હોવાનો આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું..

અત્રે ઉલ્લેખનીયા છે ધંધુકાના રેલ્વે ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે રેલ્વે તંત્રને સાંસદ તથા ધારાસભ્ય દ્વારા અવારનવાર રજૂઆત કરાય છે તેમ છતાં રેલ્વે તંત્રના એન્જિનિયર બાબુઓ કોઈ પણ પ્રકાર ગંભીરતા દાખલતા ન હોવાનું બહાર આવ્યું છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »