જીવદયા ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ વિસ્તારની શાળા અને છાત્રાલયમાં સેવ ખમણીનો નાસ્તો અપાયો. - At This Time

જીવદયા ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ વિસ્તારની શાળા અને છાત્રાલયમાં સેવ ખમણીનો નાસ્તો અપાયો.


આજે પાલનપુરમાં અલગ અલગ વિસ્તારમાં જઈ વિદ્યાર્થીઓ સુધી ભોજન પ્રસાદ પહોચાડવાની સેવા કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો

જીવદયા ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ વિસ્તારની શાળા અને છાત્રાલયમાં સેવ ખમણીનો નાસ્તો અપાયો.

તારીખ ૧૭/૦૩/૨૦૨૩ ના રોજ જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ઠાકોરદાસ ખત્રી દ્વારા અને સેવાકીય પ્રવૃતિઓ કરતા વ્યક્તિઓના સહયોગથી પાલનપુર ની આજુબાજુ અલગ અલગ વિસ્તારમાં આવેલ શાળા તથા છાત્રાલયમાં સેવ ખમણી નો નાસ્તો આપવામાં આવ્યો હતો જેમાં ડૉ.બી.આર આંબેડકર હાઇસ્કુલ, આકેસણ પાસે આવેલ ચૌધરી પૂરા પ્રાથમિક શાળા, ગુજરાત ગ્રુરું બ્રાહ્મણ સંચાલિત મંગલમ છાત્રાલય પાલનપુર ખાતે સેવાભાવી વ્યક્તિઓએ અલગ અલગ વિસ્તારમાં જઈ વિદ્યાર્થીઓને સેવ ખમણીનો નાસ્તો આપવામાં આવ્યો હતો આ સાથે જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોરદાસ ખત્રી,ડૉ.પ્રકાશ જી મોદી(
માતૃશ્રી હીરાબા ચેરીટેબલ ટ્રસ્ટ), દિનેશભાઈ શર્મા ( નિવૃત્ત પી.આઈ), કપિલ ચૌહાણ ( બનાસકાંઠા જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ),ખાનદાસ પંડ્યા ( નિવૃત્ત એ.એસ.આઈ), પરાગભાઈ સ્વામી, હરિભાઈ વિષ્ણુ મહારાજ, ચંદનભાઈ વગેરે આ સેવાકીય પ્રવુતિમાં સહયોગી બન્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon