બોટાદ શાળા નં.13નો બાળક જિલ્લા કલેકટર સાહેબશ્રીની મુલાકાતે - At This Time

બોટાદ શાળા નં.13નો બાળક જિલ્લા કલેકટર સાહેબશ્રીની મુલાકાતે


બોટાદ શાળા નં.13નો બાળક જિલ્લા કલેકટર સાહેબશ્રીની મુલાકાતે

બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત,ભૈરવા ચોકની શ્રી સુભાષચંદ્ર બોઝ શાળા નં.13માં ધોરણ-4ના પરમાર હર્ષલ ભાવેશકુમારે તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પોતાની આઈ.એ.એસ.,આઈ.પી.એસ.બનવાની ઈચ્છા અંગે કલેકટર સાહેબશ્રી પાસેથી પ્રેરક માર્ગદર્શન મેળવ્યું હતું. પોતાના અત્યંત વ્યસ્ત શિડયુલ વચ્ચે પણ કલેક્ટર સાહેબે આ બાળક સાથે સરસ વાતો કરી પોતાનું સ્વપ્ન સાકાર કરી શાળાનું,માતા-પિતાનું અને દેશનું નામ રોશન કરવા પીઠબળ આપ્યું હતું.શાળાના આચાર્ય શ્રી બી.કે.જોટાણીયા અને વર્ગ શિક્ષક શ્રી રત્નાકર નાંગર તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં

Report By Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon