સુપ્રસીદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 51000 હજાર નેચરલ કલર સાથે ધૂળેટી પર્વની કરવામાં આવશે ભવ્ય ઉજવણી . વહેલી સવારે દાદા ને ભવ્ય શણગાર સાથે દાદા સાથે ધુળેટી રમી સંતો દ્રારા હરિ ભક્તો સાથે ધુળેટી પર્વ ની કરશે ઉજવણી.પરિવાર સાથે ધુળેટી પર્વ ની ઉજવણી માં પધારવા મંદિર દ્રારા અપાયું આમંત્રણ. - At This Time

સુપ્રસીદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 51000 હજાર નેચરલ કલર સાથે ધૂળેટી પર્વની કરવામાં આવશે ભવ્ય ઉજવણી . વહેલી સવારે દાદા ને ભવ્ય શણગાર સાથે દાદા સાથે ધુળેટી રમી સંતો દ્રારા હરિ ભક્તો સાથે ધુળેટી પર્વ ની કરશે ઉજવણી.પરિવાર સાથે ધુળેટી પર્વ ની ઉજવણી માં પધારવા મંદિર દ્રારા અપાયું આમંત્રણ.


સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા બે વર્ષથી ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ ત્રીજા વર્ષે એટલે કે 25 માર્ચ 2024 ના રોજ ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે મંદિર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તૈયારીઓ. જેમાં સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા આ વર્ષે રંગોત્સવના થીમ સાથે ઉદયપુર થી 51 હજાર નેચરલ કલર લાવવામાં આવેલ છે .તેમજ ધુળેટી પર્વના દિવસે 51,000 નેચરલ કલર સાથે 400 હવામા કલરના બ્લાસ્ટ કરવામાં આવશે .જેમાં 25 માર્ચ 2024 ધુળેટીના દિવસે પ્રથમ દાદાને દિવ્ય શણગાર સાથે સંતો દ્વારા દાદા સાથે ધુળેટીના રંગે રંગાઈ હરિભક્તો સાથે ધૂળેટી પર્વની કરવામાં આવશે ઉજવણી.ડી.જે અને નાશિક ઢોલના તાલ સાથે આ ઉજવણી કરવામાં આવશે . ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિ પ્રકાશજી દ્વારા તમામ હરિભક્તોને પરિવાર સાથે ધુળેટીના આ પર્વમાં રંગે રંગાવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.